શું તમારા દાંતમાં સડો થઈને ખાડો પડી જાય છે? તો દાંતના સડા અને દુખાવાનો આયુર્વેદિક ઉપચાર જાણો અને શેર કરો
આપણે સામાન્ય વ્યવહારમાં જેને દાંતનો સડો કહીએ છીએ, આયુર્વેદીય પરિભાષામાં તેને કૃમિદંત કહે છે. મેડિકલ સાયન્સ આ રોગને ડેન્ટલ કેવિટી અથવા ડેન્ટલ કેરીઝ કહે છે. વધુ પડતા ઠંડા, વાસી અને ગળ્યાં આહાર દ્રવ્યો, દાંતની સફાઈ ન રાખવાથી, આહાર પ્રત્યે ધ્યાન ન આપવાથી આ રોગ થાય છે. સાયન્સ આ માટે આહારમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની ઊણપ તથા બેક્ટેરિયાને કારણભૂત ગણે છે.
ઘણા દર્દીઓના અનુભવથી હું કહી શકું કે, દર્દીને કબજિયાત હોય ત્યારે દુખાવો ઉત્પન્ન થાય છે. દાંતના દુખાવામાં કબજિયાતનું કારણ મળે તો દર્દીનો કોઠો જોઈને 5થી 10 ગ્રામના પ્રમાણમાં એક બે વખત સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ આપતા મળ-વાયુની શુદ્ધિ થઈ જતા વેદના મટે છે અને ઘણી વખત તો દર્દી જ કહેતો આવે છે કે, માત્ર સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લેવાથી મારો દુખાવો મટી ગયો.
અહીં વાચકોને પ્રશ્ન થશે કે, વિરેચન લેવાથી દાંતનો દુખાવો કેમ મટે? જેનું સમાધાન આ પ્રમાણે છે. આયુર્વેદીય મતે શરીરની કોઈપણ જગ્યાનો દુખાવો વાયુદોષ વગર થતો નથી અને પક્વાશય-મોટું આંતરડું એ વાયુનું મુખ્ય સ્થાન છે. જો પક્વાશયનો વાયુ જિતાય તો બીજા વાયુઓ પણ સ્વયં શાંત થઈ જાય છે. વાયુને જીતવા માટે સૌથી ઉત્તમ ચિકિત્સા બસ્તિ (એનિમા) ગણાવાય છે અને બસ્તિને આયુર્વેદીય મતે અડધી ચિકિત્સા પણ કહે છે.
આયુર્વેદમાં 500 તો વિરેચન યોજનાઓ છે. બસ્તિ ચિકિત્સા તો અલગ. આ એક ઘણો જ વિસ્તૃત વિષય છે, પરંતુ સામાન્ય રોગોના વાયુને જીતવા માટે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ પર્યાપ્ત ગણાવાયું છે. એટલે દાંતના સડા-દુખાવાવાળાએ સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ અડધીથી એક ચમચી સહેજ નવશેકા પાણી સાથે લેવું. તરત રાહત આપનાર સ્થાનિક ઉપચાર માટે ઈરિમેદાદિ તેલવાળું પૂમડું દાંતની કેવિટી-ખાડામાં મૂકવું. પેઢુ-અવાળું સૂજેલું હોય તો પણ આ તેલ અવશ્ય ફાયદો કરે છે.
કોઈપણ જાતની દાંતની બીમારીમાં એક બીજો ઘરગથ્થુ ઉપચાર અજમાવવા જેવો છે. ત્રિફળા ચૂર્ણ 10 ગ્રામ અને જમરૂખીનાં પાન 100 ગ્રામ ભેગાં વાટી તેનો એક લિટર પાણીમાં ઉકાળો બનાવવો. અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારીને સહેજ નવશેકું રહે ત્યારે તેના કોગળા કરવા. દિવસમાં ત્રણ વખત. પાયોરિયા, કૃમિદંત, મોઢાનાં ચાંદાં, દાંતનું હલવું વગેરે દાંતના અને જીભ, ગળું કે તાળવાના રોગોમાં આ ઉકાળો ફાયદો આપે છે. ત્રિફળા જંતુઘ્ન છે અને જમરૂખીનાં પાન તુરાં અને ઠંડાં હોવાથી ઘા-ઝખમ રૂઝવવાનું કાર્ય કરે છે.
કૃમિદંત એ આયુર્વેદીય નામ છે. એટલે એ દૃષ્ટિએ એક બીજી વિચારણા કરી શકાય. કૃમિદંત એ નામ જ સૂચવે છે કે દાંતમાં સડો થઈને ખાડો પડવાનું કારણ જ કૃમિ છે. કૃમિઓના પ્રકરણમાં પણ આયુર્વેદજ્ઞોએ કૃમિઓના પ્રકારમાં દંતાદ (દાંતને ખાનારા) કૃમિઓનો ઉલ્લેખ કરેલો છે. આધુનિકોના પ્રત્યક્ષાનુસાર કૃમિદંતનું કારણ કૃમિ નથી, દાંતમાં ખાડા પડવા કે સડો થવો એ એક શુદ્ધ રાસાયણિક પ્રક્રિયા છે. દાંતનાં વાહક દ્રવ્યોની ખામીને લીધે દાંતમાં એક પ્રકારનું પોલાણ કે સડો થાય છે. એમાં આહાર દ્રવ્યોનો અંશ ભરાઈ જતાં જીવાણુઓની ક્રિયાથી સોજો, વેદના અને પરુ થાય છે.
આયુર્વેદીય મતના અદૃશ્ય (જોઈ ન શકાય) એવા દંતાદ કૃમિઓ અને આધુનિકોના પરુ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયા (જે નરી આંખે ન દેખાય, પણ સૂક્ષ્મદર્શકમાં દેખાય) મારા મતે એક જ ગણું છું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..