રાજકોટ એરપોર્ટ માટે જમીન સંપાદનમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું, નેતા, પદાધિકારીઓ અને ઓફિસરોએ સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા સેરવ્યા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રતિ ચોરસ મીટરે રૂ.85થી રૂ.250ના મૂલ્યની જમીન સામે રૂ.1100થી રૂ.1500 જેટલુ ઊંચુ સંપાદન વળતર ચૂકવ્યાનું કૌભાંડ બહાર આવ્યું છે. ચોટીલા હાઈવે નજીક 2534 એકરમાં એરપોર્ટનું ખાતમૂર્હત થાય તે પહેલા જ ભાજપના સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓએ મૂળ ખેડૂતો પાસે સસ્તા ભાવે જમીનો ખરીદીને સંપાદનના તબક્કે પોતાની જ સરકાર પાસેથી 450 ટકા જેટલું વધુ વળતર વસુલી નાગરીકોના ટેક્સના કરોડો રૂપિયાથી ભ્રષ્ટાચારનો રૂપિયો દૂધે ધોહ્યાનો રેલો છેક દિલ્હી પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરાંત રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ અને ન્યાયાલય સહિતના સરકારી કચેરીઓ માટે થયેલા જમીન સંપાદનમાં પણ ભાજપના નેતાઓ, મોટા ગજાના પદાધિકારીઓએ IAS ઓફિસરોની સાઠગાંઠમાં રૂ.100 કરોડથી વધારે સરકારી રકમ સેરવ્યાની ફરિયાદો ઊઠી છે.
આ સંદર્ભે દિલ્હીથી થયેલી અનઔપચારીક તપાસમાં મહેસૂલ વિભાગની જમીન સંપાદન નીતિને બદલે મનસ્વીપણે વળતર ચૂકવ્યાનું બહાર આવ્યુ છે. નવી જમીન સંપાદન નીતિ મુજબ જંત્રી સહિતના સ્થાનિક પરીબળોને આધારે મૂલ્યાંકન સમિતિએ નક્કી કરેલી બજાર કિંમત ઉપર વધુમાં વધુ 25 ટકા જેટલું વળતર ખેડૂતોને ચૂકવી શકાય છે. પરંતુ, જ્યાં એરપોર્ટ આકાર લઈ રહ્યું છે તે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની પથરાળ, બિનપિયત જમીન માટે મહેસૂલી રાહે મૂલ્યાકનની મહત્તમ બજાર કિંમતથી 450 ટકાથી પણ વધારે વળતર ચૂકવાયુ છે. સરકારે જેમને વળતર ચૂકવ્યુ છે તે જમીન માલિકો પૈકી કેટલાક તો રાજકોટ પાસે એરપોર્ટનો ઈરાદો જાહેર થયા પહેલા અને તે પછીના ટૂંકાગાળામાં જ મહેસૂલી રેકર્ડમાં દાખલ થયા છે. એટલે કે મૂળ ખેડૂતો પાસેથી ખરીદી કરી છે, જેમાં ભાજપના મોટા માથાના સગાં- સબંધી, તેમની સાથે જોવા મળતા જાણિતા ચહેરાઓ છે.
ઉલ્લેખનિય છે કે, રાજકોટ- ચોટીલા હાઈવે નજીક હિરાસર ગામે તૈયાર થનાર એરપોર્ટ માટે હિરાસર ગામની 650 એકર અને સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી, ગરીડા, દોશીપુરા, ધાની વડલા જેવા ગામોની 1680 એકર જમીનનું સંપાદન થઈ રહ્યું છે.
તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં રાજકોટ- ચોટીલા હાઈવે નજીક એરપોર્ટ માટે જમીન સંપાદન માટે CMO, ઉદ્યોગ વિભાગ અને રાજકોટના કલેક્ટરે એવોર્ડની કિંમત નક્કી કરીને મહેસૂલી ચોપડે ચઢેલા ખેડૂતોને કાયદાથી વિરુદ્ધ ઊંચુ વળતર ચૂકવ્યું હતું. પાછળથી કોરોનાના સેકન્ડ વેવ વખતે બાકી રહેલા ત્રણેક સર્વે નંબરો માટે ખેડૂતો તૈયાર થતા દોઢ વર્ષથી ચાલતી સંપાદન પ્રક્રિયામાં નાણાં વિભાગ સમક્ષ જ્યારે દરખાસ્ત આવી ત્યારે મહેસુલ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જો કે, એરપોર્ટ માટે સંપાદનની આખીય પ્રક્રિયામાં અગાઉ આવો કોઈ અભિપ્રાય લેવાયો નહોતો. આથી મહેસુલ વિભાગે અભિપ્રાય આપવાનું ટાળ્યુ હતુ. એમ છતાંયે મુલ્યાંકન કમિટિએ અગાઉ અન્ય સર્વે નંબરો માટે ચૂકવ્યા મુજબ મુલ્યાકંન કરીને વળતર આપ્યુ હતુ. આ એક કિસ્સા બાદ આસ્તે આસ્તે સમગ્ર જમીન સંપાદન કાંડનો રેલો દિલ્હી પહોંચ્યો હતો. જેની અનૌપચારિક તપાસ શરૂ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..