ગુજરાતના આ ખેડુતે કરી ઉર્જાક્ષેત્રે નવતર શોધ જાણીને રહી જશો દંગ

પોરબંદર તાલુકાના ફટાણા ગામના ખેડૂતે ઉર્જા ક્ષેત્રે નવી શોધ કરી ઉર્જા દ્વારા વિજળી મેળવી શકાય તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચ્યું છે ફટાણા ગામના ખેડૂતપુત્ર લખમણભાઈ અરજણભાઈ ઓડેદરા ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષિક્ષેત્રે કાર્યરત થયા છે. પર્યાવરણને નુકસાન કરતી વિજળી ખૂબ જ મોંઘી પૂરવાર થતી જાય છે ત્યારે પર્યાવરણની જાળવણી અને સસ્તી વિજળી ઉર્જામાંથી મળે તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણની રચના કરી છે.

સૂર્ય ઉર્જા વડે ઉર્જાની સંગ્રહશક્તિથી ઉપકરણ ચાલુ કરી શકાય છે

ઉર્જા પ્રોજેક્ટ નામાભિધાન સાથેનું આ વિજળી વગર કોઈપણ ઉર્જા પવન, સૂર્ય, ગોબર ગેસ કે દરિયાઈ મોજામાંથી મેળવી શકાય છે અને આ ઉપકરણ ચાલુ થાય છે. વધારે ઉર્જા આપવાથી પણ કૃષિ ક્ષેત્રે પાણી પમ્પ દ્વારા ઉર્જા મેળવી શકાય છે. હાલના તબક્કે પ્રાથમિક તબક્કે પ્રોજેક્ટ કાર્યશીલ છે. સૂર્ય ઉર્જા વડે ઉર્જાની સંગ્રહશક્તિથી ઉપકરણ ચાલુ કરી શકાય છે. પ્રાથમિક ધોરણે તૈયાર થયેલ આ ઉપકરણથી 60 વોલ્ટનો વિજળીનો બલ્બ ચાલુ રાખી શકાય છે.

પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે સૂર્યની ઉર્જા વડે વિજળી મળી શકે એવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચી સફળતા હાંસલ કરી

52 વર્ષની ઉંમર ધરાવતા લખુભાઈએ પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરી સાયન્સ ક્ષેત્રે આગળ વધવાની ખૂબ જ તમન્ના હતી પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે આગળનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી ત્યારે 1 લાખના ખર્ચે ઉર્જાથી ચાલતા ઉપકરણને હાલ પ્રાથમિક તબક્કે કાર્યરત કર્યું છે. 3 થી 5 લાખના ખર્ચે આ સંશોધન કરીને ખેડૂતપુત્ર તથા સાગરપુત્રને ઉપયોગી થાય તે માટે મોટા સ્વરૂપે પ્રોજેક્ટ કાર્યરત કરવાની નેમ લીધી છે. પર્યાવરણ પ્રત્યે અત્યંત સંવેદનશીલ લખમણભાઈ ભવિષ્યમાં ઉર્જા ક્ષેત્રે ક્રાન્તિ લાવવાનું સપનું સેવી રહ્યા છે.

10 વર્ષથી સંશોધન કરતા લખમણભાઈને અનેેક નિષ્ફળતા મળી

કોઈ દાતા અથવા તો સરકારની સહાય મળે તો પર્યાવરણક્ષેત્રે ક્રાન્તિકારી શોધ સાબિત થાય તેવી ઈચ્છા આ ખેડૂતે વ્યક્ત કરી હતી. તેઓની પ્રાથમિક તબક્કાની સંશોધનની સિદ્ધિને ફટાણાના સામાજીક કાર્યકર કેશુભાઈ ઓડેદરા, સરકારી કુમારશાળાના શિક્ષક ભાવિનભાઈ તથા જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા સહિતે શુભેચ્છાઓ પાઠવી હતી.

અનેક નિષ્ફળતા બાદ સફળતા મળી

10 વર્ષથી સંશોધન કરતા લખમણભાઈને અનેેક નિષ્ફળતા મળી હોવા છતાં સંશોધનપ્રવૃત્તિ ચાલુ રાખીને ઉર્જા ઉપકરણની શોધ કરી હોવાથી ખૂબ જ સારી સફળતા મળી હોવાનું જણાવ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો