અન્નો બગાડ અટકાવીને તેને જરૂરીયાત મંદો સુધી પહોંચાડવાનું કામ કરતી આણંદની લાગણી નામની સંસ્થા

અન્નો બગાડ અટકાવીને તેને જરૂરીયાત મંદો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે આણંદની લાગણી નામની સંસ્થા. જેમાં નિસ્વાર્થ કામ કરતાં યુવકો લગ્ન સમારંભ,ભંડારા,બર્થ-ડે પાર્ટીમાં વધેલું ભોજન સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને પીરસી તેમની જઠરાગ્નિ ઠારે છે. પંથકમાં આ સિવાય પણ કેટલીક સંસ્થાઓ છે જે વાર તહેવારે ફંડ એકત્રીત કરી મીઠાઇ, ફળફળાદી વગેરેનું વિતરણ કરે છે. તો શહેરની ખાનગી હોસ્પિટલોમાં સપ્તાહમાં એક બે વાર દર્દીના સગા સંબંધીઓને ભોજન કરાવે છે.

ફંક્શન આયોજિત કરનારા માટે લાભદાયી બન્યો:

લાગણીના નામથી જાણીતી આ સંસ્થા જ્યાં પ્રસંગ હોય ત્યાં પહોંચી જઈને ત્યાંનું વધેલું જમવાનું વ્યવસ્થિતપણે લઈને તે આણંદ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સુપર માર્કેટ, તુલસી ટોકિઝ પાસેના કમ્યુનીટી હોલ, જૂના દાદર, લાયન્સ ક્લબ સહિત અન્ય જગ્યાઓ પર રહેતા ગરીબ પરિવારને આપે છે. આજ સુધી ક્યારેય પણ ભોજન ખૂટ્યું હોય તેવું બન્યું નથી. અમારો આ પ્રયાસ ફંક્શન આયોજિત કરનારા અને જે ભૂખ્યા છે તે બંને માટે લાભદાયી બન્યો છે.

વધેલું અનાજ ગરીબો સુધી પહોંચાડવાની લાગણી, સંસ્થાના 90 યુવક પ્રસંગોમાંથી જમવાનું લઇ આવે છે.

પ્રસંગ યોજનારા,ગરીબો બંને માટે સુ:ખદ આયોજન:

સોશિયલ મીડિયામાં સારો આવકાર:

આણંદ શહેરમાં તથા આસપાસનાં ગામોમાં કોઈ પ્રસંગે જમવાનું વધ્યું હોય તો અમારો સંપર્ક હેલ્પલાઈન નંબર 99743 36586 અને 90330 કરો. જ્યાં પ્રસંગ હશે ત્યાં અમે લેવા માટે તમારે ત્યાં આવીશું.

નિવૃત દંપતી લોજની કૂપનો આપે છે:

આણંદ શહેરના નિવૃત શિક્ષક બીપીન પંડ્યા નિવૃતી બાદ સેવા કાર્યો હાથ ધર્યાં છે. તેઓ પોતાના પેશનમાંથી અને દાતાઓના સહયોગથી ફંડ એકત્ર કરી દરરોજ લોજની કૂપનો લઇ રેલવે સ્ટેશન તથા દવાખાનામાં ફરીને ભૂખ્યાં હોય તેવા ભોજન ટીકીટ આપી ભોજન કરાવે છે.

સેવકોની સ્વયંભૂ પ્રગટેલી લાગણી:

આ અંગે એક સ્વયંસેવકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર માસથી અમે કામ કરી રહ્યાં છે. લગ્ન, બથર્ડેમાં ભોજનનો બગાડ થતો હોય છે. ભોજન ફેંકી દેવા કરતાં કોઈ ભૂખ્યાને અપાય તેવો વિચાર પ્રગટ્યો એ પછી સ્વયંભૂ લોકો તેમાં જોડાતા રહ્યા. સ્વયંભૂ પ્રગટેલી આ લાગણી, ‘લાગણી’ ના નામે સમગ્ર આણંદ શહેર અને તેની આસપાસના ગામમાં પ્રચલિત બની છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો