આ શહેરની મહિલાઓએ પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે શોધ્યો અનોખો જુગાડ

રાજસ્થાનના બિલાડા શહેરની મહિલાઓએ પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા માટે અનોખો જુગાડ શોધી લીધો છે. અહીં ખાલી પડેલી નકામી જમીનને મહિલાઓએ બેડમિન્ટન કોર્ટમાં ફેરવી દીધું છે. આ ઉપરાંત લુડો, ચેસ અને કેરમ જેવી રમતો પણ રમે છે.

આ કામમાં નગરપાલિકાએ પણ મહિલાઓની મદદ કરી હતી. રોજ રાત્રે આ મહિલાઓ સાઇકલ ચલાવે છે. પરંપરાગત કપડાંમાં બેડમિન્ટન રમે છે. આ મહિલાઓને જોવા માટે વૃદ્ધ મહિલાઓ પણ ગોઠવાઈ જાય છે. જે સમયે લોકો ટીવી કે સ્માર્ટફોનની સામે બેઠાં હોય છે, ત્યારે આ મહિલાઓ તેમનાં બાળકો સાથે રમતી નજર આવે છે. અહીંની સાફ-સફાઈની જવાબદારી પણ સ્થાનિક મહિલાઓએ જ લીધેલી છે.

બાળકોને મોબાઈલની આદત છોડાવવા માટે મહિલાઓ તેમની સાથે બેડમિન્ટન અને ચેસ જેવી રમતો રમે છે.

આદર્શ ચોક

સમાજસેવકે જિતેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું કે, 10,700 વર્ગ ફીટથી વધારે જગ્યા ખાલી હતી. નગર પાલિકાએ અહીં બેડમિન્ટન રમી શકાય તેવી જગ્યા તૈયાર કરી. અહીં 400 વર્ષ જૂનાં લીમડાનાં વૃક્ષ પણ સાચવીને રાખ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો