માંડવી તાલુકાના બાયઠ ગામની કચ્છી યુવતીએ માત્ર 30 વર્ષની નાની ઉંમરે એર ઇન્ડિયાએ બોઇંગ 777માં કેપ્ટન તરીકે 14 કલાક પ્લેનની ઉડાન ભરીને અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી યુવતીએ કચ્છને ગૌરવ અપાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વંદે ભારત મિશન અંતર્ગત અમેરિકાના શિકાગોથી 325 ભારતીયોને વિદેશથી વતન લઈ આવવા માટે મહિલા કેપ્ટન ઉર્વિ જોશીની એર ઇન્ડિયાના માધ્યમથી પસંદગી કરવામાં આવી હતી. હાલ આદિપુર રહેતા ગિરિશભાઈ જોષી અને હીનાબેનની દીકરી કેપ્ટન ઉર્વી સ્થાનિક સેન્ટ ઝેવિયસ અને તોલાણી કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદ પાયલોટની ટ્રેનિંગમાં ગયા હતા. 2016ની સાલમાં એર બસ ચલાવતા હતા અને હાલમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટની 2 વર્ષથી ઉડાન ભરી રહ્યા છે. વિદેશથી પરત આવતા કોરોના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ કચ્છી યુવતીને રજા આપવામાં આવશે. ચાર દિવસની રજા મંજૂર થયેલી હોવાથી તેઓ કચ્છ માતા પિતા અને તેમના ભાઈ દક્ષેશને મળવા આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..