“હર હર સમાજ, ઘર ઘર સમાજ” …. સાઈકલયાત્રાથી માહોલ‌ જામ્યો..

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ , કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ અને કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ ત્રણેય‌ પાંખોએ શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવનું અદકેરુ અને ઈનોવેટિવ આમંત્રણ સાઈકલ યાત્રા દ્વારા આપ્યું ત્યારે ઠેર ઠેર ‘ હર હર સમાજ, ઘર ઘર સમાજ’ નો નારો ગૂંજી ઉઠ્યો હતો. ગામોગામ સ્વાગત આવકાર કરાયાં હતાં. સવારે લેવા પટેલ સમાજવાડી માધાપર અને પટેલ જ્ઞાતિમંડળ બંન્ને સંસ્થાઓ ગામના આગેવાનોએ સરસ્વતિ વિદ્યાલય માધાપર કરેલ આયોજન હેઠળ પ્રસ્થાનસત્ર યોજાયું હતું જેમાં ભુજ સમાજના સ્થાપક ધનજીભાઈ ભંડેરીનું સન્માન કરાયું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ભંડેરી 1965 માં સમાજ રચના વખતે ઉત્સવની આમંત્રણ પત્રિકા આપવા સાઈકલથી ઘર ઘર ગયા હતા. એ વાતની સમાનૂભૂતિ કરાઈ હતી. પ્રતિભાવ આપતાં તેણે જણાવ્યું હતું કે ભુજ સમાજની સ્થાપના કપરા સંજોગોમાં થઈ હતી આજે આ સંસ્થાને વટવૃક્ષ તરીકે છાંયડો આપતી જોઉં છું ત્યારે સંતોષની લાગણી થાય‌ છે. જે ભૂમિપર સમાજ રચનાની મિટીંગ યોજાઈ એ જ સ્થળે ધનજીભાઈનું 53 વર્ષના અતીતને ઉજાગર કરતી સંવેદનાઓ સાથે સન્માન‌ કરાયું હતું. અહીં માધાપરની બહેનો‌ અને યુવકોએ અલ્પાહારની‌ વ્યવસ્થા કરી સમાજપ્રેમ દર્શાવ્યો હતો.

ગરિમારથ તૈયાર કરનાર અરજણભાઈ‌ ભુડિયા ,પટેલ જ્ઞાતિમંડળ પ્રમુખ જીતુભાઈ માધાપરિયા, માધાપરના આગેવાનો‌, ભુજ સમાજ ઉપપ્રમુખ કે.કે‌.હિરાણી, એજ્યુકેશન મેડિકલ પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા તથા ત્રણેય પાંખોના કારોબારી સૌની ઉપસ્થિતિ માં વિરાંગના બહેનોનું અદકેરું સ્વાગત કરાયું હતું. સ્મારકને પુષ્પ અર્પણ કરાયાં હતાં. સમાજ શિલ્પી સ્વ. વી.કે.પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરાઈ હતી. નિર્ધારિત સમયે યાત્રા આગળ વધી ભુજ સ્વામિનારાયણ મંદિરે પહોંચી ત્યાં આરતીદર્શન બાદ કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત આદી સંતોના હસ્તે હારારોપણ સ્વાગત આશીર્વાદ યોજાયા હતા. પાર્ષદવર્ય જાદવજીભગતે કહ્યું ..ખરેખર આજે આનંદનો દિવસ છે. તમે આમંત્રણ દેવા સાઈકલથી આવ્યા છો તે ખરેખર ઈતિહાસ છે અને આટલી મોટી સંખ્યામાં જોડાયા છો તે ઉત્સાહ કહે છે કે ગરિમા મહોત્સવ સફળ‌ થશે જ. ..

જયઘોષ સાથે આગળ વધતા ગરિમા રથ ઉપર એકબાજુ‌ ભુજ સમાજનો‌ દવજ તો બીજીબાજુ દેશનો રાષ્ટ્ર દવજ શાનથી ફરકતો‌ હતો. સમાજ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનની ભાવનાને ચરિતાર્થ‌ કરતા‌ આ દૃશ્ય સમગ્ર યાત્રા દરમ્યાન રહ્યા હતા. યાત્રાનું આર.ડી. વરસાણી સ્કૂલના છાત્રોએ અદકેરું સ્વાગત કર્યું હતું. અહીં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોપણ કરાયા હતા. સરદાર પટેલ નગર, હરિપર આમંત્રણ કૂચ આરંભાઈ… ..ઉત્સાહ સાથે સમાજપ્રેમ‌ ભરી 168 સાઈકલવીર ભાઈ બહેનોએ સાહસ સાથે પુરુષાર્થના પેંડલ મારી દીધા હતા. આગળ વધતાં સુરજપર પહોંચ્યા હતા. ત્યાંથી કેરા બળદિયા કુંન્દનપર‌ નારાણપર દરેક જગ્યાએ યાત્રાનું સ્વાગત સન્માન સ્થાનિક સમાજના પ્રમુખ અને જ્ઞાતિબંધુઓએ કર્યું‌ હતું સાંખ્યયોગી બહેનો‌ પણ ઉમંગે જોડાયાં હતાં. ગામોગામની તમામ સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામોગામના પ્રમુખ અને મહિલા પ્રતિનિધિઓએ આમંત્રણ પત્રિકાઓનો સ્વીકાર કર્યો‌ હતો.

નારાણપર રાવરીમાં રાધાકૃષ્ણ ચોકમાં યાત્રાનું પદ્ધત્તિસર સ્વાગત કરાયું હતું અને ઉત્સવ જેવો‌ માહોલ ઉભો થયો‌ હતો. મેઘપર, ગોડપર,દહિંસરા, સરલી થઈ યાત્રા રામપર પહોંચી હતી જ્યાં બપોરનું ભોજન સ્થાનિક સમાજે કરાવ્યું હતું. વેકરા, વાડાસરમાં પત્રિકાઓ અપાઈ હતી. નાના ગામનો ઉત્સાહ પણ અનેરો હતો. વાડાસરથી સામત્રા કઠીન ચઢાઈ વાળા માર્ગે પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા અને મંત્રી કેશરાભાઈ‌ પિંડોરીયા ખુદ જોડાયા અને લીંબુપાણીથી સાઈકલવીરોનો‌ જોમ અને જૂસ્સો વધાર્યો‌ હતો. સામત્રા ગામે મેડલથી વિશિષ્ટ સન્માન કર્યું તો ફોટડીમાં સમાજના દાનેશ્વરી શ્રેષ્ઠીવર્ય પરિવારના માતૃશ્રી રતનબેન કેશવલાલ‌ ભુડિયાને પત્રિકા‌ પાઠવાઈ હતી. માનકૂવાએ મોટી સંખ્યામાં જોડાઈ તાકાત આપી. ભારાસરના ચોકમાં આમંત્રણ પાઠવાયા તો સુખપરમાં ઊપસ્થિત મોટી સંખ્યાએ “હર હર સમાજ, ઘર ઘર સમાજ” ના નારા ગાજી ઉઠ્યા એક એક યાત્રાવીરને સરપંચ તેમજ સ્થાનિક કાર્યકરોએ સન્માન્યા સુખપરમાં નવો-જૂનો વાસ અને નરનારાયણનગરના કાર્યકરો સમાજ પ્રમુખો તથા સર્વે જ્ઞાતિજનો‌ની ઉપસ્થિતી વચ્ચે રાસની રમઝટ જામી હતી. 28,29,30,31 ડિસેમ્બર ગરિમા મહોત્સવનું આમંત્રણ જાહેરમાં અપાયું‌ હતું. ભરચક શિડ્યુઅલ અને ભારે ઉત્સાહ આવકાર સાથે સમય પર આગળ ધપતાં મિરઝાપરમાં પત્રિકાઓ અપાઈ હતી. સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓએ માર્ગપર ઊભી યાત્રાનું સ્વાગત કર્યું હતું જ્યુબિલી થઈ સાઈકલયાત્રા ગરિમાપૂર્ણ રીતે કન્યા સંસ્કારધામ‌ અને જેનો રજતજ્યંતી પર્વ મનાવાઈ રહ્યો છે એ કન્યા વિદ્યામંદિર પરિસરમાં પહોંચી ત્યારે અદ્મ્ય સ્વાગત સન્માન અહીં‌ અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા કરાયાં હતાં. અને સૌ સાઈકલવીરોને બિરદાવાયા હતા. સૌથી નાની નવ વર્ષનો‌ સાઈકલવીર હર્ષિલ ગામી ( માધાપર ) ની‌ નોંધ લેવાઈ હતી. તેણે પુરેપુરી 110 કી.મી.ની યાત્રા પૂર્ણ‌ કરી હતી .માનકુવાથી સુખપર સુધી 88 વર્ષના વડિલ જોડાયા હતા.

પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયાએ ઉત્સાહ વધારતાં કહ્યું આજે સાચા યશાધિકારી સાઈકલવીરો છે. યાત્રામાં સંકલન સહયોગી દિનેશ પાંચાણીએ પ્રતિભાવ આપતાં કહ્યું કદાચ આપણે પણ આખી ચોવીસીના પુરેપુરા ગામે ન ગયા હોઈએ એવું બને…આજે સમાજે આવકાર્ય પહેલ કરી આખી ચોવીસીને ગરિમામા દોરે પરોવવા પ્રયાસ કર્યો … કેરાના નિયમિત સાઈકલ ચલાવતા ગૃપને ચાલુ વર્ષે 4000 કી.મી.નો પ્રવાસ પૂરો કરવા બદલ અભિનંદન અપાયાં..સહયોગી સૌની નોંધ લેવાઈ હતી. કન્યા વિધામંદિરની દિકરીઓએ સ્વંભૂ આભાર દર્શન કર્યું હતું. તો માધાપરના સાઈકલવીર બહેને પ્રતિભાવ આપતાં કહ્યું અમને ખૂબ મઝા આવી છે ફરીથી આવી પ્રવૃતિમાં જોડજો…..સમગ્રયાત્રા દરમ્યાન યુવક સંઘ પ્રમુખ મનજી પિંડોરીયા, મંત્રી વસંત પટેલ, સંગઠન મંત્રી રવજીભાઈ ખેતાણી, અરજણ‌ ભીખાલાલ પિંડોરીયાએ તમામ આયોજન‌ વ્યવસ્થા ટ્રસ્ટ મંત્રી કેશરાભાઈ પિંડોરીયા અને સમાજમંત્રી રામજીભાઈ‌ સેંઘાણી સાથે રહી કરી હતી. સમાજના‌ કુમાર સંગીતવૃંદે રંગ જમાવ્યો હતો. સંગીતના માહોલમાં જોમ જૂસ્સો જળવાયો હતો. અને આખો દિવસ ગીતોની રમઝટ બોલાવી હતી. તેની સાથે વિનોદ પટેલ જોડાયા હતા.

યાત્રાની સફળતા‌ પાછળ અનેક સહયોગી રહ્યા‌ હતા. સમાપન સત્રમાં યુ.કે. કોમ્યુનિટીના ટ્રસ્ટી વિનોદભાઈ હાલાઈ‌ હાજર હતા. સાઈકલથી આમંત્રણ આપવાના આ ઈનોવેટીવ વિચારમાં હર હર સમાજ ઘર ઘર સમાજના નારા ગાજતા જોઈ સંગઠનના પાઠ ભણ્યા હતા. સમાજના ઉપપ્રમુખ કે.કે.હિરાણીએ યુવક સંઘની પીઠ થાબડી હતી. ભુજ સમાજની વેબ પર લાઈવ, માતૃછાયા કેબલ‌ પર ડી લાઈવ પ્રસારણ કરાયું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો