સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કર્યા વગર કચ્છનું આ ગામ બન્યું ‘આત્મનિર્ભર’, કરવેરાની આવકનો યોગ્ય ઉપયોગ કરીને સ્થાનિકોએ ઉભી કરી આધુનિક સુવિધા

કચ્છના અંજાર શહેરથી આશરે 18 કિમી દૂર આવેલું એક નાનું ગામ દર્શાવે છે કે, કરવેરાની આવકનો યોગ્ય રીતે ઉપયોગ કરીને કેવી રીતે સર્વાંગી વિકાસ મેળવી શકાય છે. ભીમાસર ગામમાં ઘણી સુવિધાઓ છે જે સામાન્ય રીતે શહેરોના પોશ વિસ્તારમાં જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વર્ષ 2001માં આવેલા ભૂકંપે ગામને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું હતું, જ્યારે 2004માં તેનું પુનર્વસન કરવામાં આવ્યું ત્યારે આ ગામના લોકોએ તેને એક મોડલ ગામ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વર્તમાનમાં ગામમાં પહોળા રસ્તા છે, રસ્તાની બંને બાજુ લીલા વૃક્ષો છે. આ સિવાય છ કોમ્યુનિટી સેન્ટર, સીસીટીવી કેમેરા, ગટર લાઈન પણ છે.

એક રીતે ગામ ‘આત્મનિર્ભર’ છે કારણે કે સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ સરકારી ગ્રાન્ટની નિર્ભરતા વગર બનાવવામાં આવી હતી. ગામમાં ઉથલપાથલ મચાવનારા ભૂકંપ બાદ આ પંચાયતની આવકનો માર્ગ મોકળો થયો હતો. કેન્દ્ર સરકારની કર રાહત યોજના હેઠળ ભૂકંપ પછી ગામની આસપાસ ઘણી ખાદ્યતેલની રિફાઈનરીઓ આવી. ગ્રામ પંચાયત આ રિફાઈનરીઓ અને અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

આસપાસ ઉદ્યોગોની સ્થાપના થવાની ગામને પ્રદૂષણનો સામનો કરવો પડ્યો હતો. ગયા અઠવાડિયે પ્રદૂષણની સમસ્યા ઓછી કરવા માટે વિભાગની મદદથી દેશી વૃક્ષના લગભગ 2500 છોડ લગાવવામાં આવ્યા હતા.

આ વૃક્ષોનું વાવેતર એવી રીતે કરવામાં આવ્યું કે, જ્યારે તે ઉગે ત્યારે છાપરા જેવું બની જાય છે. એક ઓટોમેટિક ટપક સિંચાઈ વ્યવસ્થા પર સ્થાપિત કરવામાં આવી છે જે સવારે 7 વાગ્યે પાણી આપવાનું શરુ કરે છે અને 9 વાગ્યે બંધ થાય છે.

ગામની વસ્તી આશરે 8 હજાર જેટલી છે જેમાંથી 3 હજાર પ્રવાસી મજૂરો છે જેઓ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરે છે.
ગામના સરપંચ દિનેશ ડુંગરિયાએ જણાવ્યું હતું કે, ‘અમારા ગામમાં છ કોમ્યુનિટી હોલ છે. 2004થી અત્યારસુધીમાં અમે આશરે 10 હજાર વૃક્ષો વાવ્યા છે. ગામમાં 400 વર્ષ જૂનું તળાવ છે, જેને અમે ઊંડું કર્યું છે અને તેનો ઉપયોગ આ વૃક્ષોને પાણી આપવા માટે થાય છે’. ગામને નર્મદાનું પાણી મળી રહ્યું છે જેનો ઉપયોગ પીવામાં તેમજ ઘરકામમાં થાય છે.

ઘાસની અછતનો સામનો કર્યા બાદ, ગામના વહીવટીતંત્રએ એક વર્ષ પહેલા ઘાસનું મેદાન બનાવ્યું હતું. ‘ગૌચર’ જમીન પર કોઈ પણ પ્રકારના અતિક્રમણની મંજૂરી નથી. ગામમાં 1100 ગાય સહિત 5 હજાર પશુધન છે.

‘અમે નથી ઈચ્છતા કે અમારી વસ્તી તેમના પશુધન સાથે ઉનાળા દરમિયાન કચ્છના અન્ય ગામના લોકોની જેમ ઘાસ અને પાણીની શોધમાં ફરતી રહે. અમે અમારું પોતાનું ઘાસનું મેદાન બનાવ્યું છે’, તેમ ગામના આગેવાન હરેશ હૂંબલે કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો