કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી આનંદપ્રિયદાસજી 101 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા
શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે ૨.૦૦ કલાકે ૧૦૧ વર્ષની ઉંમરે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી મૂર્તિનાં સુખે સુખિયા થયા છે. તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા સહિતની વિધિ 19 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી કુમકુમ મંદિર, મણિનગર ખાતે જ્યારે અંતિમ સંસ્કાર વિધિ બપોરે 2 વાગ્યે કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે યોજાશે.
મુક્તજીવન સ્વામિબાપા સાથે 1948માં આફ્રિકા ગયા હતા
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સૌ પ્રથમ ઈ.સ. 1948માં આફ્રિકા પધાર્યા હતા. અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે મંત્રી તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ તેમણે કરી છે.
લોકોને આત્યંતિક મોક્ષની વાટ બતાવી આનંદપ્રિયદાસજીએ
દિવંગત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શારત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષની વાટ બતાવી હતી. તદુપરાંત તેમણે લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ જેમને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. જેના કારણે આજે અનેક પરિવારોમાં નિરાશાઓ દૂર થઈ છે અને સ્નેહ-સંપના દિપક પ્રગટ્યા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠ્યા છે. દેશ અને વિદેશમાં તેમના દ્વારા સ્થપાયેલા મંદિરોના કારણે ઘેરેઘેર સત્સંગ -સદાચારના અજવાળાં પથરાયાં છે.
ધર્મમાં શિથિલતા આવતાં 1985માં કુમકુમ સંસ્થાનું નવસર્જન કર્યું
શ્રી અબજીબાપાશ્રીના સિંધ્ધાતોના પ્રવર્તન માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને તેમણે મણિનગરમાં આજથી ૩૫ વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા હતા. અનેક સત્સંગીઓ બનાવીને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અને મંદિરો પણ સ્થાપ્યા. પરંતુ પાછી ધર્મમાં શિથિલતા આવતાં ત્યાગી સંતોના નિયમ ધર્મની સાચવણી માટે તેમણે ઈ.સ. ૧૯૮૫માં મણિનગરમાં કુમકુમ સંસ્થાનું નવસર્જન કર્યું. આજે આ સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજિક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. આમાં મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સાથે – સાથે દર રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા – પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ પણ આ સંસ્થા ચલાવી રહી છે.
મંદિરના કાર્યક્રમ
કુમકુમ મંદિરમાં સવારે 7થી 8.30 પૂજન
સવારે 8.30થી 10 અંતિમ દર્શન કરી શકાશે
સવારે 10 વાગ્યે પાલખી યાત્રા નીકળશે, જે હીરાપુર સેવા કેન્દ્ર જશે.
હીરાપુર કુમકુમ સેવા કેન્દ્રમાં બપોરે 12 વાગ્યાથી દર્શન કરી શકાશે
સેવા કેન્દ્ર ખાતે બપોરે 2 વાગે અંતિમ સંસ્કાર વિધિ
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..