સમાજમાં રહેલા કુરીવાજની નાબુદી અને અંધશ્રધ્ધાના નિવારણ માટે આટલું ચોક્કસ અમલીકરણ કરવું જોઈએ
શું આમાંથી થોડું પણ અમલીકરણ કરી શકીશું?
પ્રયત્ન કરવા જેવો ખરો 💐
કુરીવાજ નાબુદી, અંધશ્રધ્ધા નિવારણ
સમય પ્રમાણે લોક રિવાજ પરિવર્તન
ઓરીજનલ સારો ખોરાક
————————————
1, ચાંદલા વિધિ…
(અલગ નહી, લગ્ન સાથે)
2, કંકુ પગલા…
(ટુંકમા ઘરમેળે જ)
3, લગ્ન વિધિ…
(કુટુંબ પુરતુ મર્યાદિત)
(ખોટા ખર્ચા અને દેખાદેખી ડિશ પર આપતા વૈભવી ખર્ચા પર અંકુશ)
4, બ્યુટી પાર્લર…
(જેવા છે તેવા જ નેચરલ દેખાવ)
5, દિકરીને દહેજ નહી…
(સારું શિક્ષણ આપો)
6, સોના ના દાગીના
(પ્રમાણમાં જ, ઉધાર કે દેવું કરીને તો નહીં જ)
7, સીમંત વિધિ…
( કુટુંબીજનો પૂરતું મર્યાદિત)
(જમણવાર અત્યન્ત સીમિત)
8, બર્થડે પાર્ટી…
(પોતાના ઘરનો જ બનાવેલ નાસ્તો)
9, લાડવા વિધિ…
(પરિવારના ઘર પુરતું મર્યાદિત)
(જમણવાર બંધ)
10, બેસણુ વિધિ…
(હાડમારી અને ટ્રાફિક-સમસ્યાભર્યા યંત્રવત જીવનમાં અન્યને અડચણ ના પડે તે મુજબ સ્નેહીજનને/આવનારને અનુકૂળ સમયે દશ દિવસમાં સવાર-સાંજે ગમે ત્યારે હળવાશથી બેસી સદગતના સંસ્મરણ વાગોળાય તે મુજબ)
11, કારજ વિધિ ૧૩માનાદિવસે
(જમણવાર માત્ર લોહીના સમ્બન્ધીઓ પૂરતો જ)
(ભજન ~કિર્તન સત્સંગ,નામ સ્મરણ વિ.કરવું)
12, પાંચમ વિધિ…
(ઘર પુરતુ મર્યાદિત)
(જમણવાર બંધ)
13, ક્ષાદ્ધ વિધિ…
(ઘર પુરતુ મર્યાદિત)
(જમણવાર બંધ)
14, પહેલો ધર્મ…
(માતા પિતા કુટુંબની સેવા)
મૃત્યુ બાદ મૃત્યુ ભોજના
એક બિન જરૂરી રિવાજ છે. જે કાઢી નાંખવો જોઈએ !
માણસના મૃત્યુ બાદ તેના પરિવારમાં દુઃખ અને ગ્લાની પ્રસરેલી હોય છે. ત્યારે મરનાર વ્યકિતની પાછળ લૌકિક ક્રિયાના નામે મૃત્યુ ભોજન (દાડો) નો રિવાજ ચાલ્યો આવે છે. આ મૃત્યુ ભોજનમાં મિષ્ટાન વગેરે બનાવવામાં આવે છે તથા સગા સબંધીઓ જમવા માટે એકઠા થાય છે. આ કુરિવાજને કારણે એક તો જે પરિવારનું સ્વજન ગયું હોય તેનું દુઃખ હોય છે. ઉપરાંત જે પરિવાર આર્થિક રીતે સધ્ધર ન હોય તેણે પણ આ કુરિવાજને ફરજિયાત અપનાવવો. પડે છે. કારણ કે આપણે પાછળથી એમ કહીએ છીએ કે, મૃતક પાછળ ફલાણા કે ઢીમકા ભાઈએ ‘દાડો ય ન કર્યો !
શું આ કુરિવાજને દૂર કરવો જોઈએ?
શકય હોય તો મૃતકની પાછળ દાન-પૂણ્ય કરી શકાય.
ચાલો કરીએ મંથન… રિવાજ ઘટાડીએ અને જમણવારમા ઝેર વગરની તાજી નેચરલ, દવા વગરની ઓરિજન રસોઈ બનાવીએ
ચાલો કરીએ મંથન… ખુદ સમજો, બીજાને સમજાઓ પોતાના ઘરેથી શરૂઆત કરીએ સમય બદલાય છે આપણે પણ બદલીશું.. સમજણમા સાચું સુખ છે. સંસ્કાર આપણી સંસ્કૃતિ.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.