કચ્છમાં આવેલા કોટેશ્વર મહાદેવ
આ મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે. એવી કથા છે કે લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર ભારે તપ કર્યું. ભોળાનાથ પ્રસન્નથતા તેણે એવું વરદાન માગ્યું કે હું તમારી હંમેશાં ભક્તિ કરતો રહું તે માટે શિવલિંગ આપો. ભોળાનાથે શિવલિંગ આપતા રાવણને કહ્યું કે તું શિવલિંગ લંકા લઈ જતી વેળાએ જ્યાં પણ મૂકી દઈ ત્યાં કોટી થઈ જશે અને પછી તું ઉપાડી શકીશ નહીં. દેવોએ રાવણ પાસેથી શિવલિંગ પડાવી લેવા કપટ કર્યું.
આ કપટમાં બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડવાળા ખાડામાં પડ્યા, ગાયને બહાર કાઢવા માટે દેવે તપસ્વીનું રૂપ ધર્યું. રાવણ આકાશ માર્ગે શિવલિંગ લઈ લંકા જઈ રહ્યો હતો તેણે જોયું કે ખાડામાં પડેલી ગાય તપસ્વીથી બહાર નીકળતી નથી.
તપસ્વીએ રાવણની મદદ માગી. રાવણે ગાયને બચાવવાના ઉત્સાહમાં પોતાનું શિવલિંગ જમીન પર મૂકી દીધું. ગાય બહાર નીકળી ગયા પછી રાવણે જોયું તો તેનું શિવલિંગ કોટી બની ગયું હતું. પછી રાવણે આ જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શિવલિંગની પૂજા કરી અને તે સ્થાન કોટેશ્વરના નામે પ્રચલિત બની ગયું.નારાયણ સરોવર સંકુલમાં સાત મંદિર આવેલા છે.
મંદિરનાં મુખ્ય આકર્ષણો:
આ કોટેશ્વર મહાદેવની આસપાસ અનેક જર્જરિત મંદિરો, અનેક કુંડો તેમજ અનેક પૌરાણિક ગુફાઓમાં “ખાપરા- કોડિયાની ગુફાઓ–લક્ષ્મણ ગુફાઓ તથા બૌદ્ધ ગુફાઓ” જોવાલાયક છે.
આરતીનો સમય :
સવારે 7.00 વાગ્યે
સાંજે સંધ્યા સમયે
દર્શનનો સમય: સવારે 6.30થી સાંજે 7.00 વાગ્યા સુધી.
કોટેશ્વર મહાદેવની આસપાસ અનેક પૌરાણિક ગુફાઓ આવેલી છે.
કેવી રીતે પહોંચવું:
લખપત તાલુકાના નારાયણ સરોવર ગામને અડીને આવેલું છે આ મંદિર. આ મંદિર ભુજથી 152 કિલોમીટર, રાજકોટથી 283 અને અમદાવાદથી 483 કિમી દૂર છે. અહીં ખાનગી વાહનો લઈને જઈ શકાશે. નજીકનું રેલવે સ્ટેશન ભૂજ છે.
નજીકનાં મંદિરો:
1). માતાનો મઢ 57 કિમી
2). સ્વામિનારાયણ મંદિર ભુજ- 152 કિમી
ખાપરા- કોડિયાની ગુફાઓ–લક્ષ્મણ ગુફાઓ તથા બૌદ્ધ ગુફાઓ પણ અહીં આવેલી છે.
રહેવાની સુવિધા છે: દરિયાકિનારે માત્ર મંદિર જ હોવાથી રહેવાની વ્યવસ્થા મંદિરમાં નથી. પણ બાજુમાં આવેલા નારાયણ સરોવરમાં સારી એવી રહેવાની વ્યવસ્થા છે. જેનું ભાડું રૂ. 300ની આસપાસ છે. જેનો નંબર છે: (022) 25632639 / 65904678, (02832) 224260.
સરનામું: કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર, તાલુકો-લખપત, જિલ્લો-કચ્છ.