પોલીસ ધરપકડથી ડરવાની જરૂર નથી, જાણો આમ જનતાને મળતા અધિકારો
પોલીસથી ગુજરાતીઓ ડરતા હોય છે, પરંતુ ગુજરાતીઓ ને કાયદા અને અધિકારોની પૂર્ણ જાણકારી નથી એટલે આવું થતું હોય છે. આજે અમે તમને મળતા સામાન્ય અધિકારો થી વાકેફ કરીશું, સારું લાગે તો શેર કરજો.
પરમિશન વિના પોલીસ તમારા ઘરમાં નથી ઘુસી શકતી. જો પોલીસ ઘરમાં આવી રહી છે તો તમે પોલીસને વોરન્ટ બતાવાની ડિમાન્ડ કરી શકો છો. જોકે, એવી પરિસ્થિતિઓ પણ છે, જેમાં પોલીસને ઘરમાં આવીને તપાસનો અધિકાર છે. પોલીસને એવું લાગે કે કોઈ એવી વસ્તુ છે જેનો પુરાવાના રૂપમાં ઉપયોગ કરી શકાય છે, તો તે તપાસ કરી શકે છે. એવી જ રીતે જો કોઈ ક્રિમિનલ તમારા ઘરમાં છુપાયને બેઠો છે, તો પણ પોલીસ વોરન્ટ વિના ઘરની તપાસ નથી કરી શકતી.
નોન ઈમરજન્સી કેસમાં બતાવવાનું રહેશે વોરન્ટ
નોન ઈમરજન્સી જેવી પરિસ્થિતિ છે તો પોલીસે પહેલા વોરન્ટ બતાવાનું રહેશે. જેમ કે, કોઈના ઉપર ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે, કોઈ સામાન ચોરવાનો આરોપ છે, ઘરમાં ગેરકાયદેસર હથિયાર રાખવા જેવા આરોપ છે તો પહેલા મજિસ્ટ્રેટનું વોરન્ટ બતાવવું પડશે. તેના પછી જ પોલીસ ઘરમાં પ્રવેશ કરી શકે છે. કોઈ કેસ સાથે રિલેટડ પૂછપરછ કરવાની છે તો પોલીસ તમારા બોલાવવા પર જ ઘરમાં આવી શકે છે.
અરેસ્ટ કરે તો તમે સાઇલન્ટ રહી શકો છો
પોલીસ ક્યારેય તમને અરેસ્ટ કરે છે તો તમે સાઇલન્ટ રહી શકો છો. તમે માત્ર પોલીસને તમારું નામ અથવા બેઝિક માહિતી આપી દો. બાકી કોઈ પણ વાત માટે તમે વકીલ રાખી શકો છો. પોલીસ તમારેથી જબરન પૂછપરછ કરે તો તમે કહી શકો છો કે હું મારા વકીલ સાથે વાત કરવા માંગુ છું. તેના પછી પોલીસ તમારેથી પ્રશ્નો કરવાનું બંધ કરી દેશે. અરેસ્ટ થવા પર તમે તમારા સગા-સંબંધીઓ, વકીલને કોલ કરી શકો છો. જો તમારા બાળક 18 વર્ષથી નાની ઉંમરના છે તો તમે તેની સુરક્ષા માટે પણ કોલ કરી શકો છો. આજે અમે તમને પોલીસ સાથે જોડાયેલા આવા જ કેટલાક નિયમો બતાવવા જઈ રહ્યા છીએ, જે તમારા કામ આવશે.