ગ્રીષ્મા હત્યા બાદ મહેશ સવાણીએ કહ્યું:- સીધા – સાદા, વ્યસન વગરના, જરુર પુરતું બોલનારા, સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધી નહીં તો પણ ઘણી છોકરીઓ બાયલા સમજે છે
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા પર બનેલી ઘટના બાદ બિઝનેસમેન અને નેતા મહેશ સવાણીએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, શહેરોમાં સ્પા, સ્મોકિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલે છે તે બધાને ખબર છે.. હવે કપલ બોક્ષ આવ્યા….જો તેઓ પતિ-પત્ની છે તો શું ઘરે બેડરૂમ નથી? અને જો તેઓ પતિ-પત્ની નથી જ તો તેઓને આવી સગવડતા આપીને શું કામ સમાજનું અધઃપતન કરો છો… સીધા – સાદા, વ્યસન વગરના, જરુર પુરતું બોલનારા, સમજી વિચારીને ખર્ચ કરનારા છોકરાઓને આજના સમયમાં બધી નહીં તો પણ ઘણી છોકરીઓ બાયલા સમજે છે.
સવાણીએ લખ્યું કે, જ્યારે વ્યસનોના બંધાણી, બેફામ ખર્ચ કરી પૈસા ઉડાવી દેનારા, ખોટો દેખાડો કરનારા, હીરોગીરી કરતાં, ટપોરી ટાઈપના છોકરાઓ.. ઘણી છોકરીઓના આદર્શ છે. સોશિયલ મીડિયામાં ચિત્ર – વિચિત્ર વીડિયો, ફોટાઓ જોઈને વડીલો મનમાં મૂંઝાઇ રહ્યા છે. તેઓને કોઈ કહેવાની હિંમત કરતું નથી એટલે જ ઘણા છોકરાઓના માનસ વિકૃત બની રહ્યા છે… તેઓ હિંસક અને આક્રમક બની રહ્યાં છે.
તેમણે લખ્યું કે, સમાજ ક્યાં રસ્તે જઈ રહ્યો છે? બધાને ખબર છે … પણ કોઈ બોલતું નથી, બોલે છે તો સામે વાળા સાંભળતા નથી…. હવે વધારે વાર નથી, ખૂબ ઓછા સમયમાં આપણે આપણી આજુબાજુ એવી ઘટનાઓ જોશું… જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. વડિલો, શિક્ષકો , બુદ્ધિજીવીઓ, સમાજ સુધારકો …. ભિષ્મ પિતામહની જેમ ખુલ્લી આંખે સમાજનું વસ્ત્રાહરણ જોઈ રહ્યા છે… તો વળી કોઈએ આંખો બંધ કરી લીધી છે. સૌ લાચાર છે… કારણકે તેઓ શિખામણ આપવા જાય તો તેઓને જુની પેઢીના, ગમાર, અભણનું લેબલ લાગી જાય છે…. અપમાન કરી હડધુત કરવામાં આવે છે….
મહેશ સવાણીએ છેલ્લે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, બધાને સત્ય 100 ટકા સમજાશે… પણ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હશે , પાછું વળવું અશક્ય હશે કારણકે સમય પાસે રિવર્સ ચાવી નથી…. અત્યારથી જ સમજી જાવ તો સારું છે બાકી આવનારો સમય એવી થપ્પડ મારશે કે તમ્મર આવી જશે. ભગવાન સૌને સદબુદ્ધિ આપે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..