UNમાં પાકિસ્તાનની કાશ્મીર થિયરીના ચીથરાં ઉડાડીને ઇમરાન ખાનને અરીસો દેખાડનાર ભારતના યુવાન ઓફિસર સ્નેહા દુબે કોણ છે? જાણો વિગતે..
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવખત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરૂદ્ધ ઝેર ઓકયું પરંતુ જવાબમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી. સંયુકત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રમાં ભાષણ દરમ્યાન કાશ્મીરના મુદ્દા પર ઇમરાન ખાને ભારતને ઘેરવાની કોશિશ કરી તો સ્નેહાએ તેમને અરીસો દેખાડી દીધો. સ્નેહા દુબે એ યાદ અપાવી કે આખી દુનિયા માને છે કે પાકિસ્તાનની જમીન પર આંતકવાદ ઉછરે છે અને ખુલ્લેઆમ તેને સપોર્ટ કરાય છે. તેમણે પાકિસ્તાન સામે સીધે સીધી માંગણી કરી કે ગેરકાયદે રીતે પચાવી પડેલા કાશ્મીરના હિસ્સાને તાત્કાલિક ખાલી કરી દો. તેમણે યુએનમાં પાકિસ્તાનને ‘રાઇટ ટુ રિપ્લાય’નો ઉપયોગ કરી ઇમરાન ખાનને અરીસો દેખાડી દીધો છે. સોશિયલ મીડિયામાં લોકો સ્નેહા દુબે કોણ છે? તે જાણવાની કોશિશ કરી રહ્યાં છે.
#Watch: First Secretary Sneha Dubey delivers India’s strong Right of Reply in UN General Assembly after Pakistan PM @ImranKhanPTI rakes up issue of #JammuAndKashmir in his #UNGA address. @PTI_News pic.twitter.com/Bhbt7XklVI
— Yoshita Singh योषिता सिंह (@Yoshita_Singh) September 25, 2021
કોણ છે સ્નેહા દુબે?
ભારતની તરફથી સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ફર્સ્ટ્ સેક્રેટરી સ્નેહા દુબેએ 2011ની સાલમાં પહેલાં જ પ્રયાસમાં સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હતી. 2012ની બેચના મહિલા અધિકારી છે. IFS બન્યા બાદ તેમની નિમણૂક વિદેશ મંત્રાલયમાં થઇ. તેમને 2014માં ભારતીય દૂતાવાસ મેડ્રિડમાં મોકલાયા. હાલના સમયમાં તેઓ સંયુકત રાષ્ટ્ર મહાસભામાં ભારતના પ્રથમ સેક્રેટરી છે. ગોવામાં મોટા થયેલા સ્નેહા પૂણેની ફર્ગ્યૂસન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ નવી દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાંથી જિયોગ્રાફીમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો. તેઓ હંમેશાથી ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાવા માંગતા હતા. આંતરરાષ્ટ્રીય મુદ્દામાં દિલચસ્પીના લીધે તેમણે JNUમાં સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં એમફીલનો અભ્યાસ પૂરો કર્યો. ફરવાના શોખીન સ્નેહાનું માનવું છે કે IFS બનીને તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાની સૌથી શ્રેષ્ઠ તક મળી છે. સ્નેહા દુબેએ એક વખત કહ્યું હતું કે તેમના પરિવારમાંથી કોઇપણ સિવિલ સેવામાં નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભારતના સ્નેહા દુબેએ આપ્યો જડબાતોડ જવાબ
ઇમરાનને તેમના ભાષણ પર ભારતની ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ બરાબરનો ઉધડો લીધો. તેમણે કહ્યું કે આ પહેલી વખત નથી બન્યું જ્યારે પાકિસ્તાની નેતાએ UNના મંચનો ઉપયોગ ભારતની વિરૂદ્ધ ગંદા અને ખોટા પ્રોપગેન્ડા ફેલાવા માટે કર્યો હોય અને બેકારમાં દુનિયાનું ધ્યાન પોતાના દેશની બગડતી સ્થિતિને હટાવાની કોશિશ કરી છે જ્યાં આતંકી આરામથી રહે છે જ્યારે સામાન્ય લોકો ખાસ કરીને લઘુમતીઓનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે.
આતંકીઓને આશરો આપવાનો રેકોર્ડ
સ્નેહાએ કહ્યું હતું કે સભ્યો જાણે છે કે પાકિસ્તાનનો ઇતિહાસ અને નીતિ આતંકીઓને આશરો, મદદ અને ખુલ્લેઆમ સપોર્ટ કરવાનો છે. આ એવો દેશ છે જેના માટે આખી દુનિયાએ માન્યું છે કે અહીં સરકારી નીતિ જ આતંકીઓને સપોર્ટ, ટ્રેનિંગ, નાણાંકીય અને હથિયારોમાં મદદ કરવાની રહી છે. તેમનો શરમજનક રેકોર્ડ UNSCમાં ઓળખાયેલ આતંકીઓને આશરો આપનારો રહ્યો છે. સ્નેહાએ સંયુકત રાષ્ટ્રની સામે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો આખો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે. તેમાં એ હિસ્સો પણ સામેલ છે જે પાકિસ્તાને ગેરકાયદે પડાવી લીધો છે. અમે પાકિસ્તાનને આ વિસ્તાર ખાલી કરવાની માંગણી કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..