ચોમાસાની સિઝનમાં સૌથી વધુ તાકતવર મનાતા કંકોડા શરીરને રાખશે તંદુરસ્ત, કંકોડાનું શાક ખાવાથી શરીરમાં જોવા મળશે ચમત્કાર
ચોમાસાની સિઝનમાં જોવા મળતાં કંકોડાના શાકને વિશ્વનું ઉત્તમ શાક માનવામાં આવે છે, કારણ કે તેમાં અનેક રોગને દૂર કરવાની શક્તિ છે. કંકોડામાં સૌથી વધુ પ્રોટીન જોવા મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ હોવાથી શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે પર્વતિય વિસ્તારોમાં કંકોડાની ખેતી વધારે પ્રમાણમાં થાય છે. કંકોડામાં રહેલું મોમોરડીસીન અને ફાઇબર તત્વ શરીર માટે રામબાણ કહેવાય છે.
આયુર્વેદાચાર્યના મતે કોઇ વ્યક્તિને કિડની સ્ટોન હોય તો 10 ગ્રામ કંકોડાના પાવડરને પાણી અથવા દુધની સાથે આપવાથી સ્ટોનની સમસ્યાથી છૂટકારો મળે છે. પાચનક્રિયા માટે આ શાકભાજીને મહત્વની માનવામાં આવે છે. આ સાથે જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેમના માટે કંકોડા ફાયદાકારક છે, કારણ કે તેનાથી શરીરની ચરબી ઓછી થાય છે.
બ્લડપ્રેશર અને સ્યુગર લેવલ કન્ટ્રોલ કરે છે; અન્ય પોષક તત્વો સાથે વિટામીન-બી અને ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર હોય છે
બહું ઓછા લોકો તેને જાણે છે પરંતુ તેના ફાયદા જોઇને બઘાં હેરાન પણ રહી જાય છે
કંકોડાનું શાકમાં વિટામીન બી-12, પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, વિટામીન-ડી, કેલ્શિયમ, ઝીંક, કોપર, પોટેશ્યમ, સોડિયમ અને મેગ્નેશ્યમ જેવા તત્વો છે. આ કોઇ સામાન્ય શાકભાજી નથી. ચોમાસાની સિઝનમાં બેસ્ટ શાકભાજી માનવામાં આવે છે. શરીરમાં લોહીની કમી રહેતી નથી કેમ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોય છે જે શરીરમાં લોહીનું સ્તર જાળવવામાં મદદ કરે છે. જે લોકોને લોહીની કમી હોય તેમણે સપ્તાહમાં ત્રણ વખત કંકોડાનું સેવન કરવું જોઇએ.
બ્લડપ્રેશર અને સ્યુગર લેવલ કન્ટ્રોલ કરે છે
આયુર્વેદમાં કંકોડાનું વિશેષ મહત્વ છે. તેનું શાક ખાવાથી માથાનો દુખાવો, વાળ ખરવા, કાનમાં દુખાવો અને ઉધરસ મટે છે. આ શાક ખાવાથી શરીરમાં સ્યુગરનું પ્રમાણ જળવાઇ રહે છે. એટલું જ નહીં બ્લડપ્રેશર અને કેન્સર જેવી બિમારી સામે રક્ષણ આપે છે. તેની રેસીપી કારેલાના શાક જેવી હોય છે. તેના મૂળ, ફુલ, રસ અને પાન આયુર્વેદિક દવા બનાવવા વપરાય છે.
કંકોડાને કંટોલા તેમજ મીઠા કારેલાં પણ કહેવામાં આવે છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રતિદિન સેવન કરવાથી શરીર શક્તિશાળી બને છે. શરીરમાં તાકાત વધારવા માટે આયુર્વેદિક અને સપ્લિમેન્ટરી દવાઓનો સહારો લેવામાં આવે છે પરંતુ કંકોડાનું સેવન કરવાથી સપ્તાહમાં ફરક પડી જાય છે. બહું ઓછા લોકો જાણે છે પરંતુ તેના ફાયદા જાણીને લોકો હેરાન પણ રહી જાય છે. આ શાક શરીરને ડિટોક્સ પણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..