શિયાળામાં ઘરે બનાવો સૂંઠ, ગોળ અને હળદરના આ સ્પેશિયલ લાડુ, ઘરમાં કોઈને પણ નહીં થાય શરદી, ખાંસી કે કફ
શિયાળામાં જો સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવામાં આવે તો શરદી ઉધરસ, તાવ જેવી બીમારી તરત થઈ જાય છે. એટલા માટે જ દરેક ઘરમાં શિયાળામાં વસાણા બનતા હોય છે. વિવિધ પ્રકારના પાક ખાવાથી શરીરમાં આંતરીક ગરમી જળવાઈ રહે છે અને બીમારી નડતી નથી. જેથી આજે અમે તમને સૂંઠના લાડુની એકદમ અલગ અને બેસ્ટ રેસિપી જણાવીશું, રોજ 1 આ લાડુ સવારે ખાઈ લેવાથી તમારા ઘરમાં કોઈને પણ શરદી, ખાંસી કે કફ નહીં થાય.
સામગ્રી
- અડધો કપ ઘી
- 200 ગ્રામ ગોળ
- 2 ચમચી હળદર
- 1 ચમચી મરી પાઉડર
- અડધી ચમચી ગંઠોળા પાઉડર
- 125 ગ્રામ સૂંઠ પાઉડર
સૌથી પહેલાં એક નોન સ્ટીક પેનમાં ઘી ગરમ કરો. પછી તેમાં ગોળ નાખી ઓગાળી લો. પછી તેમાં હળદર, મરી પાઉડર, ગંઠોળા પાઉડર અને સૂંઠ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો. સ્વાદ વધારવા તમે તેમાં 3 ચમચી અધકચરી વાટેલી સાકર નાખીને મિક્સ કરવી. ગેસ બંધ કરી છેલ્લે નાની નાની લાડુડી બનાવી લેવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..