ચેતી જજો! ચાવી કે અન્ય કોઈ વસ્તુથી કાન સાફ કરતા હોય તો આજથી કરી દો બંધ, કાનનો મેલ સાફ કરવાની સાચી રીત જાણો અને શેર કરો

કાનમાં ભરેલા મેલથી લોકોને ગુસ્સો આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મેલ પણ આપણા કાનમાં મહત્વનું કામ કરે છે. કાનનો મેલ આપણા શરીરમાંથી નિકળતો પ્રાકૃતિક રિસાવ છે. તેથી કાનના મેલને ખૂબ જ સાવધાનીપૂર્વક સાફ કરવો જોઈએ. જો તેમાં જરા પણ ત્રુટી રહી જાય તો તમે બહેરા પણ થઇ શકો છો. આ ઉપરાંત કાનમાં દુ:ખાવો પણ થઇ શકે છે.

કાનમાં મેલ સાફ કરવાની સાચી પદ્ધતિ કઈ છે?
કાન સાફ કરવામાં જો ત્રુટી રહી જાય તો બહેરા પણ થવાય
કાનમાં મેલ સાફ કરવા અન્ય વસ્તુઓ નાખશો તો ઉભી થશે સમસ્યા

કાનમાં મેલનું શું છે કામ?
કાનમાં મેલ આપણા કાનની અંદર રહેલી ગ્રંથિઓમાં જમા થાય છે. જેના ઘણા મહત્વના કામ હોય છે. કાનમાં મેલ આપણા કાનને સારા રાખે છે. કાનનો મેલ આપણા કાનની નળીઓ પરની પરતને સૂકાવાથી અને તેમાં તિરાડ પડવાથી બચાવે છે. કાનનો મેલ કાનને પાણી અને ધૂળના રજકણોથી બચાવે છે. જે ઈન્ફેક્શનથી પણ બચાવે છે. કાનને સાફ કરવા માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણકે મોટાભાગે કાનની અંદરની બાજુ જાતે કાનના મેલની સફાઈ કરી નાખે છે.

કાનમાં મેલ વધવાથી ક્યારે થાય છે સમસ્યા?
કાનમાં મેલ વધવાથી દુ:ખાવો થઇ શકે છે અને ઘણી વખત તો આ આપણી સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. કેટલાંક લોકો માચિસની સળી અથવા અન્ય વસ્તુઓ દ્વારા કાન સાફ કરવાનો પ્રયાસ કરે છે, જે ખતરનાક છે. જેનાથી કાનનો પડદો પણ ફાટી શકે છે અને તમે બહેરા પણ થઇ શકો છો.

કાનના મેલને સાફ કરવાની સાચી પદ્ધતિ શું છે?

કપાસની કળીઓથી તમે પોતાના કાનના મેલને સાફ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે કપાસની કળીઓથી ક્યારેય કર્ણ નલિકાઓને સાફ ના કરો. કપાસની કળીઓના પેકેટ પર પણ આ વાત લખી હોય છે. કપાસની કળીઓને કાનમાં વધુ ઉંડાણ સુધી લઇ જવાથી કાનના પડદાને નુકસાન થઇ શકે છે.

કેટલાંક લોકો ઈયર કેન્ડલ્સથી પણ કાનના મેલને સાફ કરે છે. પરંતુ કેટલાંક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈયર કેન્ડલ્સથી કાન સાફ કરવો ખતરનાક છે. ઈયર કેન્ડલ્સથી કાન અને ચહેરો બળી શકે છે.

કાનના ટીપાની મદદથી પણ કેટલાંક લોકો કાનના મેલને સાફ કરે છે. કાનના ટીપા નાખવાથી કાનનો મેલ નરમ થઇ જાય છે અને જાતે બહાર નિકળી જાય છે. પરંતુ ધ્યાન રાખો કે માર્કેટમાં ઘણાં કાનના ટીપા હોય છે, જેમાં સોડિયમ બાઈકાર્બોનેટ અથવા સોડિયમ ક્લોરાઈડ હોય છે, જે તમારા કાનની સંવેદનશીલ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

કાનનો મેલ સાફ કરવા માટે ઓલિવ અને બદામનું તેલ પણ લોકો કાનમાં નાખે છે. જેનાથી કાનનો મેલ નરમ થઇ જાય છે. પરંતુ ધ્યાન રાખો કે તેલનુ તાપમાન આપણા શરીરના તાપમાનથી વધારે ના હોવુ જોઈએ.

કેટલાંક મામલામાં તબીબો કાનની સફાઈ પાણીથી કરવાની સલાહ આપે છે. જેને સિરિંજિંગ કહેવામાં આવે છે. જેમાં કર્ણ નલિકાઓ પર પાણીના ફૂવારા નાખવામાં આવે છે. જો કે તેનાથી કાન સાફ થઇ જાય છે, પરંતુ કેટલાંક કેસમાં આ નુકસાનકારક સાબિત થાય છે. જેનાથી કાનના પડદાને નુકસાન પણ થઇ શકે છે.

કાનનો મેલ સાફ કરવા માટે માઈક્રોસક્શનની પદ્ધતિ સૌથી સારી છે. માઈક્રોસક્શનમાં સ્પેશિયાલિસ્ટ ડૉકટર કાનને માઈક્રોસ્કોપથી જોવે છે અને કાનના મેલને નાના ઉપકરણોની મદદથી નિકાળી લે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો