કોઈ જ દવા લીધા વીના જડમૂળથી મટી જશે કબજિયાત, બસ એકવાર કરી લો આ દેશી ઉપાય
આજકાલ લોકો જંક ફૂડ અને સ્પાઈસી ફૂડ વધારે ખાય છે. ખાનપાનની ખોટી આદતોને કારણે આજકાલ કબજિયાતની પ્રોબ્લેમ ખૂબ જ વધી ગઈ છે, તો આ કારણો જાણી કરી લો ઉપાય.
સવારે જો પેટ સાફ ન થયા તો દિવસભર પેટમાં દુ:ખાવો, પેટ ફૂલવું અને ગેસ જેવી તકલીફો થાય છે. પરંતુ જો પેટ સાફ ન થવાની તકલીફ દરરોજ થતી હોય તો તેને કબજિયાત કહેવાય છે. કબજિયાતની તકલીફ પ્રેગનેન્સી દરમિયાન અથવા કેટલીક દવાઓનું સેવન કરવાથી વધારે થાય છે.
આ કારણથી થાય છે કબજિયાતની સમસ્યા
દુનિયાભરની લગભગ 16થી 20 ટકા આબાદીમાં હાલમાં કબજિયાતની સમસ્યા જોવા મળી રહી છે. માત્ર અમેરિકાની લગભગ 20 ટકા આબાદી કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહી છે.
- દરરોજના ડાયટમાં ફાયબરનું યોગ્ય પ્રમાણ ન હોવું, દૂધ-ચીઝ, મીટ વગેરેનું વધારે સેવન કરવું.
- ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમી, યોગ્ય પ્રમાણમાં દરરોજ પાણી ન પીવું
- એક્સરસાઈઝ ન કરવી, દિવસભર એક જ જગ્યા પર બેસી રહેવું
- હાઈ કેલ્શિયમ એન્ટાસિડ અથવા દુ:ખાવાની દવાઓનું સેવન કરવું
- યાત્રા કરવી અથવા અન્ય કોઈ કારણથી ડેઈલી રૂટીનમાં ફેરફાર થવો
કબજિયાતના કારણે થાય છે આ બીમારી
- પાઈલ્સ
- મોટા આંતરડામાં સોજા
- ગેસ્ટ્રિક સાથે જોડાયેલી બીમારી
- પેટમાં અલ્સર
- ઇરિટેબલ બાઉલ સિડ્રોમ (IBS)
- કબજિયાત માટે ઘરેલૂ ઉપાય
પાણી પીવો
ડિહાઇડ્રેશનના કારણે કબજિયાત થયા છે તેથી યોગ્ય પ્રમાણમાં પાણી પીવો. તમે ઇચ્છો તો સાદા પાણીની જગ્યાએ લીંબુ પાણી, નારિયેળ પાણી જેવા તરલ પદાર્થોને પણ ડાયટમાં સામેલ કરી શકો છે. દરરોજ 2-3 લીટર પાણી પીવો.
ફાયબર યુક્ત વસ્તુઓ ખાવી
ફાયબરનું વધારે સવેન કરવાથી પાચન તંત્ર ઝડપથી કાર્ય કરે છે, જેના કારણે સ્ટૂલ પાસ કરવું સરળ બને છે. તેથી તમારા ડાયટમાં અનાજ, ફળો અને શાકભાજી, ઓટ્સ, જવ, નટ્સ વગેરેનો સમાવેશ કરો. તમે ઇચ્છો તો કબજિયાતમાં ઈસબગુલનું પણ સેવન કરી શકો છો.
કિસમિસ ખાઓ
મુનક્કા જે કિસમિસનું એક મોટું સ્વરૂપ છે. તેનું સેવન કરવાથી પણ કબજિયાતમાં રાહત મળે છે. 8થી 10 મુનક્કાને રાત્રે પાણીમાં પલાડી દો અને સવારે તેના બીજ કાઢી મુનક્કાને દૂધમાં મિક્સ કરી ઉકાળો અને ખાઓ.
જીરું અને અજમો
આ બંને મસાલા કબજિયાતની સમસ્યા દુર કરવામાં મદદ કરી શકે છે. જીરું અને અજમાને ધીમા તાપે શેકો અને ત્યારબાદ ક્રશ કરો. તેમાં કાળુ મીઠું મિક્સ કરો. ત્રણ વસ્તુ સમાન પ્રમાણમાં હોવી જોઇએ. દરરોજ અડધો ચમચો આ ચૂરણનું હુંફાળા પાણી પાણી સાથે સેવન કરો. કબજિયાત માટે આ ખુબજ અસરકારક ઉપાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..