હવે ઘરે જ બનાવો કેરડાનું અથાણું, બે હાથે ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત
કેરડાનું અથાણું રાજસ્થાનમાં વધારે પ્રમાણમાં બનાવવામાં આવે છે અને સાથે જ ખાવામાં પણ આવે છે. જેને માટે વધારે મહેનત કરવી પડતી નથી. તેને સહેલાઇથી બનાવવામાં આવે છે. ખાસ કરીને તેને તમે ભોજનની સાથે પણ ટ્રાય કરી શકો છો. તે સિવાય તમે હરતા ફરતા પણ ખાય શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કેરડાનું અથાણું…
સામગ્રી
- ૨ મોટી ચમચી – સૂકા કેરડા
- ૧/૨ કપ – સરસિયું
- ૨ ચમચી – રાઈના કુરિયા
- ૧ મોટી ચમચી – મેથીના કુરિયા
- ૨ ચમચી – લાલ મરચું
- ૧ ચમચી – વરિયાળી
- ૧/૪ ચમચી – હળદર
- ૧ ચમચી – આમચૂર
- ૨ ચમચી – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ કેરડાને 5-6 કલાક પલાળીને રાખી દો. હવે એક પેન લો અને તેમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેને ઠંડુ કરી લો. હવે એક અન્ય વાસણમાં રાઇના કુરિયા, મેથીના કુરિયા, લાલ મરચું, વરિયાળી, હળદર, આમચૂર, મીઠું અને સરસિયું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તે બાદ કેરડાનું પાણી નીકાળી લો. હવે તેલ વાળા મસાલામાં કેરડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર અથાણાને માટી કે કાચની બરણીમાં ઉમેરી લો. તૈયાર છે કેરડાનું સ્વાદિષ્ટ અથાણું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..