ઘુંટણનો દુખાવો દૂર કરવા માટે કરો બસ આ ઘરગથ્થુ ઉપચાર, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો
વધતી ઉંમર અને ડેલી રુટીનમાં અલગ-અલગ સ્થિતિઓના કારણે આપણા શરીરમાં અલગ-અલગ પ્રકારના બદલાવ થાય છે. તેના પરિણામ સ્વરૂપ અનેક પ્રકારની બીમારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શરીરને પોતાનો શિકાર બનાવે છે. જેમા ઘુંટણોનો દુખાવો પણ મુખ્ય ગણવામાં આવે છે. ઘુંટણના દુખાવાની સમસ્યા ખાસ કરીને વૃદ્ધ લોકોને પરેશાન કરે છે તે સિવાય રમત-ગમત સાથે જોડાયેલા લોકોએ પણ આ સમસ્યાની પરેશાન રહે છે.
આવા લોકો માટે અહીં એક દેશી નુસખા અંગે જણાવીશું જે ઘુંટણમાં થતા દુખાવાના દૂર કરવા માટે અસરકારક રીતે કામ કરે છે. તો આવો જણાવીએ આ દેશી નુસખા શું છે.
આ દેશી નુસખાને જાણતા પહેલ આ વાત જાણવી ખૂબ જરૂરી છે જે તમારા પગમાં થતા દુખાવાનું મુખ્ય કારણ શું છે. મુખ્ય રીતે જો વાત કરીએ તો ઘુંટણમાં થતા દુખાવા ટેંડનાઇટિસ, ગાઉટ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, બેકર્સ સિસ્ટ, બર્સાઇટિસ જેવી મેડિકલ કન્ડિશનના કારણે થાય છે.
તે સિવાય રમત- ગમત દરમિયાન થનારી ઇજા કે કોઇ દુર્ઘટનામાં પડવાના કારણે પણ ઘંટણોમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. આવો જાણીએ કેટલીક એવી ઘરેલું વસ્તુઓથી તમે આ દુખાવાને દૂર કરી શકો છો.
સફરજનના વિનેગરમાં એવા ઘણા ઔષધીય ગુણ રહેલા છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. એક ચમચી સફજનના વિનેગરમાં તમે ગરમ પાણીની સાથે મિક્સ કરીને પીવા માટે ઉપયોગ કરો છો તો તેમા રહેલા પેન રિલીવિંગ ગુણ તમારા ઘુંટણમાં થનારા દુખાવાને દૂર કરવા માટે અસરકારક છે. તમે સફરજનના વિનેગરનું દિવસમાં બે વખત સેવન કરી શકો છો. કોશિશ કરો કે ભોજન કર્યા પહેલા તેનું સેવન કરો.
એક લીંબુ લો અને તેને કટ કરીને રસ નીકાળી લો હવે બે ચમચી તલના તેલમાં લીંબુના રસને મિક્સ કરીને હળવા હાથે તમારા ઘુંટણ પર આ મિશ્રણને લગાવો. રાતે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા બાદ એટલે મોર્નિગ વોક પર જતા પહેલા તમે આ દેશી નુસખાને ટ્રાય કરી શકો છો. લીંબુમાં રહેલા એન્ટી ઇંફ્લેમેટરી ગુણ ઘુંટણમાં આવતા સોજાને ઓછા કરી દુખાવાને દૂર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો