રાજકોટ: ‘કિસી સે નહીં ડરને કા…ન પુલીસ સે…ન ગુંડો સે…’ફિલ્મી ડાયલોગ સાથે ડ્રગ-પેડલર સુધાનો બંદુક સાથે પ્રશાસનને પડકારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

ડ્રગ્સની ચૂંગાલમાં ફસાવી યુવાનોની જિંદગી બરબાદ કરતી સુધા
રાજેકોટમાં ડ્રગ્સનું દુષણ ફેલાવવામાં અને ડ્રગ્સની ચૂંગાલમાં ફસાવી યુવાનોની જીંદગી બરબાદ કરી નાખવામાં જેનું અનેક વખત એનડીપીએસના ગુનામાં નામ ખુલ્યું છે, તેવી સુધા ધામેલીયાના ત્રાસથી કંટાળી ગઈકાલે એક યુવાને આપઘાત કર્યો છે. હાલ ડ્રગ પેડલર સુધા ધામેલિયાનો પોલીસ-પ્રશાસનને પડકારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં પિસ્ટલ સાથે મૂકેલા આ વિડીયોમાં એક ડાયલોગ તેણે મૂક્યો છે કે કે, ‘ઈજ્જત સે જીને કા,કિસી સે નહીં ડરને કા…ન પુલીસ સે…ન ગુંડો સે.., ન MLA સે, ન મંત્રી સે..’ હાલ આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

કોણ છે સુધા ધામેલીયા
રાજકોટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં, એટલે કે રાજકોટના રૈયાધાર અને જંગલેશ્વર વિસ્તારમાં માદક પદાર્થનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થવા પામી રહ્યાનું સામે આવ્યા બા મુખ્ય ડ્રગ-પેડલર તરીકે સુધા ધામેલિયા નામની મહિલાનું નામ ખૂલ્યું હતું. ગત 28 જૂન 2021ના રોજ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સુધાને પકડી પાડી હતી. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેને ગુજરાત હાઈકોર્ટમાંથી જમીન મળ્યા હતા. ત્યારબાદ તેણે ફરી માદક પદાર્થનો ધંધો શરૂ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડ્રગ્સ વેચાણ માટે દબાણ કરતાં યુવાને આપઘાત કર્યો
એટલું જ નહીં, થોડા સમય પહેલાં સુધા સામે પ્રોહિબિશન અંગે પણ પોલીસ ફરિયાદ થઈ હતી અને હવે ફરી એક યુવાનને ડ્રગ્સ વેચાણ માટે દબાણ કરવામાં આવતું હોવાથી યુવાને આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. રાજકોટ પોલીસ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન રેકોડબ્રેક ગુજરાતમાં સૌથી વધુ કુલ 73 NDPSના ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં કુલ 128 આરોપી પકડી પાડીને તેમની પાસેથી કુલ 2,46,00,000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદામાલમાં ગાંજો, કોકેઇન, એમ્ફેટેમાઇન, ચરસ, એમ.ડી. ડ્રગ્સ વગેરેનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો