પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(KVP) બચત સ્કીમ
જો તમે પૈસા ડબલ કરવા માગો છો તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(KVP) બચત સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. આ સ્કીમ માત્ર 118 મહિનામાં તમારા રોકાણને ડબલ કરી દે છે. તો ચાલો જાણીએ આખરે આ સ્કીમમાં પૈસા કેવી રીતે રોકવા. તેનો બેનિફિટ શું છે અને કોણ તેમાં રોકાણ કરી શકે છે.
1- કિસાન વિકાસ પત્ર શુ છે?
એક પ્રકારનું પ્રમાણ પત્ર હોય છે, જેને કોઇપણ વ્યક્તિ ખરીદી શકે છે. તેને બોન્ડની જેમ પ્રમાણ પત્રના રૂપમાં જારી કરવામાં આવે છે. જેમાં એક નક્કી કરવામાં આવેલું વ્યાજ મળે છે. વ્યાજ દર પર સમયે સમયે સરકાર સંશોધિત કરતી રહે છે. આ દેશભરમાં ફેલાયેલી પોસ્ટ ઓફિસમાંથી તેને ખરીદી શકાય છે. 1 જાન્યુઅરી 2018થી કિસાન વિકાસ પત્ર પર 7.3 ટકા વ્યાજ આપવામાં આવે છે.
2- સાથે કઇ-કઇ સુવિધાઓ મળે છે?
આ સરકારી યોજનામાં તમારી પાસે નોમિનેશનની પણ સુવિધા હોય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને આ સર્ટિફિકેટ ટ્રાન્સફર કરી શકે છે. એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં પણ તેને ટ્રાન્સફર કરી શકાય છે. તેને દેશની કેટલીક બેંકોમાંથી ઓનલાઇન પણ ખરીદી શકાય છે.
3- કેટલી રકમનું રોકાણ કરી શકાય છે?
કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાની કોઇ મેક્સિમમ લિમિટ નથી. જોકે તમે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે 1000 રૂપિયાને મલ્ટિપલ કરીને ઇચ્છો એટલું રોકાણ કરી શકો છો. એટલે કે તમે 1500, 2500, 3500માં રોકાણ કરી શકતા નથી. અહીં રોકાણનો ક્રમ 1 હજાર, 2 હજાર, 3 હજારમાં હશે.
4- કોણ ખરીદી શકે છે તેને?
જે રીતે ઉપર જણાવવામાં આવ્યું છે કે દેશભરની પોસ્ટ ઓફિસમાંથી આ કિસાન વિકાસ પત્ર ખરીદી શકાય છે. તમે કોઇ બાળક માટે પણ તેને ખરીદી શકો છો. 2 લોકોના નામ પર પણ ખરીદી શકાય છે.
5- કેટલા સમય પછી ઉપાડી શકાય છે પૈસા?
જો તમે રોકેલા પૈસા ઉપાડવા માગો છો તો તમારે ઓછામાં ઓછા 2.5 વર્ષ સુધી રાહ જોવી પડશે. જોકે ફાયનાન્સિયલ એક્સપર્ટ તેમાં લાંબા સમય સુધી રોકાણ કરવાની સલાહ આપે છે.
6- કેટલા સમયમાં ડબલ થાય છે પૈસા?
જો તમે કિસાન વિકાસ પત્રમાં પૈસા લગાવો છો તો હાલ 7.3 ટકાના વાર્ષિક વ્યાજ દરે 118 મહિના એટલે 9 વર્ષ અને 10 મહિનામાં ડબલ થઇ શકે છે.
7- એકાઉન્ટ ખોલવા માટે કયા ડોક્યુમેન્ટની છે જરૂર?
– 2 પાસપોર્ટ સાઇઝ ફોટો
– ઓળખપત્ર(રાશન કાર્ડ, વોટર આઇડી, પાસપોર્ટ વગેરે)
– રેસિડન્સ પ્રૂફઃ વિજળી બીલ, ટેલિફોન બિલ, બેંક પાસબુક
– જો તમારું રોકાણ 50 હજારથી વધારે છે તો તેવી સ્થિતિમાં પાનકાર્ડ જરૂરી છે
– આધાર કાર્ડ(ઓક્ટોબર 2017માં સરકારે અનિવાર્ય કર્યું છે)
8- શું તેને ઓનલાઇન પણ લઇ શકાય છે?
1 એપ્રિલ 2016થી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને કિસાન વિકાસ પત્ર ઇલેક્ટ્રોનિક ફોર્મના રૂપમાં પણ મળવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલા તે માત્ર પ્રિન્ટ થયેલા પ્રમાણપત્રના રૂપમાં જ મળતા હતા. જોકે તે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ કોર બેકિંગ સાથે જોડાયેલા નથી. તેને પ્રિન્ટેડ સર્ટિફિકેટ જારી કરવાની છૂટ આપવામાં આવી છે.
9- શું લોન માટે પણ કરી શકાય છે ઉપયોગ?
લોન એપ્લાય કરતી વખતે કિસાન વિકાસ પત્રનો ઉપયોગ કોલેટ્રલના રૂપમાં કરી શકાય છે. લોન આપતા પહેલાં દેશની મોટાભાગની બેન્ક અને ફાયનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટશન આ સર્ટિફિકેટ કોલેટ્રલના રૂપમાં સ્વીકારે છે.
10- ટેક્સ બેનિફિટ પણ મળે છે ખરા?
બેન્ક બાજાર ડોટ કોમની વેબસાઇટ અનુસાર, કિસાન વિકાસ પત્ર પર તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. આ સ્કીમમાં સોર્સ પર ટેક્સ કપાતો નથી. એટલે કે તમને મેચ્યોરિટીના પૈસા ટીડીએશ કાપીને આપવામાં આવતા નથી. સાથે જ આ સ્કીમ વેલ્થ ટેક્સની અંડરમાં પણ આવતી નથી. જોકે તમે 80 સી હેઠળ તેમાં છૂટ મેળવી શકતા નથી.