ખોટું બોલ્યા પછી કે ભૂલ થયા પછી કાન કેમ પકડવામાં આવે છે? જાણો એના પાછળનું કારણ
ગૌતમ, વસિષ્ઠ, આપસ્તંબ ધર્મસૂત્રો અને પારાશર સ્મૃતિ સહિત અન્ય ગ્રંથમાં જ્ઞાનની ઘણી વાતો જણાવામાં આવી છે. આ ગ્રંથોમાં વ્યવહારુ નિયમ જણાવામાં આવ્યા છે. આ ગ્રંથો મુજબ આપણા શરીરમાં પંચતત્વોના અલગ-અલગ પ્રતિનિધિ અંગ આવેલા છે.
જેમાં નાક ધરતીનું, જીભને જળનું, આંખને અગ્નિનું, ત્વચાને વાયુનું અને કાનને આકાશનું પ્રતિનિધિ અંગ માનવામાં આવે છે. વિભિન્ન કારણોથી બાકીના બધા તત્વ અપવિત્ર છે, પરંતુ આકાશ ક્યારેય અપવિત્ર હોતું નથી. એટલા માટે ગ્રંથોમાં જમણા કાનને વધારે પવિત્ર માનવમાં આવે છે.
1. મનુ સ્મૃતિમાં જણાવ્યા મુજબ મનુષ્યની નાભિથી ઉપરનું શરીર પવિત્ર છે અને તેની નીચેનું શરીર મળ-મૂત્રના કારણે અપવિત્ર માનવમાં આવે છે. આજ કારણે શૌચ કરતી વેળાએ જનોઈને જમણા કાન ઉપર રાખવામાં આવે છે. જ્યા કોઈ વ્યક્તિ દિક્ષા ધારણ કરે છે ત્યારે ગુરુ જમણા કાનમાં ગુપ્ત મંત્ર આપે છે. આથી આ કાનને વધારે પવિત્ર માનવમાં આવે છે.
2. ગોભિલ ગૃહ્યસૂત્રમાં જણાવ્યા મુજબ મનુષ્યના જમણા કાનમાં વાયુ, ચંદ્રમા, ઈન્દ્ર, અગ્નિ, મિત્ર અને વરૂણ દેવ નિવાસ કરે છે. આથી કાનને વધારે પવિત્ર માનવમાં આવે છે.
ગોભિલ ગૃહ્યસૂત્રનો શ્લોક
मरुत: सोम इंद्राग्नि मित्रावरिणौ तथैव च।
एते सर्वे च विप्रस्य श्रोत्रे तिष्टन्ति दक्षिणै।।
3. પરાશર સ્મૃતિના 12માં અધ્યાયના 19માં શ્લોકમાં જણાવાયું છે કે છીંક આવ્યા પછી, થૂક્યા પછી, મોઢામાંથી ખોટી વાતો નિકળ્યા પછી જમણા કાનને સ્પર્શ કરવો જોઈએ. તેનાથી મનુષ્યની શુદ્ધિ થાય છે.
પરાશર સ્મૃતિનો શ્લોક
क्षुते निष्ठीवने चैव दंतोच्छिष्टे तथानृते।
पतितानां च सम्भाषे दक्षिणं श्रवणं स्पृशेत्।।
એટલા માટે ખોટું બોલ્યા પછી કે ભૂલ થયા પછી કાન પકડીને માફી માંગવામાં આવે છે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.