ખોડિયાર માતાના મંદિરમાં ચોરી થયા બાદ મહાકાય મગર દેખાયો, ચમત્કાર માનીને દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી
મહિસાગર જિલ્લાના પલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરી ચોરીની ઘટના બની હતી. ચોરી થયા બાદ મંદિરમાં મહાકાય મગર ઘૂસી ગયો હતો. જેથી પલ્લા ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું. અને મગરના દર્શન માટે લોકો ભીડ જમાવી દીધી હતી.
આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ ફેંક્યું
પલ્લા ગામના મંદિર રાત્રીના સમયે ચોર પ્રવેશ્યા હતા અને દાનપેટીના રૂપિયા ચોરી કરીને ચોર ભાગી ગયા હતા. આ ઘટનાના થોડાક કલાક બાદ મંદિરમાં મગર જોવા મળતા ચમત્કાર સમજીને લોકોના ટોળેટોળા મંદિરમાં એકત્ર થઇ ગયા હતા અને મગરને માતાજીએ મોકલ્યો હોવાની આસ્થા સાથે શ્રદ્ધાળુઓએ મગર પર કંકુ ફેંક્યું હતું.
જોકે મંદિરમાંથી દાન પેટી કોણે અને કઈ રીતે ચોરી તે મામલે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
આ પણ વાંચજો..
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.