ધંધુકામાં ખેત મજૂરીના હિસાબ માટે બોલાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું, પીડિતાને અમદાવાદ મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામના વાડી વિસ્તારમાં 14 વર્ષની સગીરાને ખેત મજૂરી માટેના હિસાબ માટે બોલાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલ તો પોલીસે પીડિતાને પ્રાથમિક તપાસ માટે ધંધુકા બાદ અમદાવાદ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ છે.
9 માર્ચની મોડીરાત્રે ધંધુકા તાલુકાના મોરસિયા ગામના રહેવાસી અને વાગડ ગામ ખાતે ખેત મજૂરી કરતાં રમેશભાઈ લાલજીભાઈ ડાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 7 માર્ચ, 2022ના રોજ સાંજે 4:30 કલાકે તેઓ જ્યાં ખેત મજૂરી કરે છે. તે ખેતરના માલિક ધંધુકા તાલુકાના વાગડ ગામના ગોપાલ ચુડાસમા નામના વ્યક્તિએ મારી 14 વર્ષની દીકરીને પોતાની વાગડ ગામના વાડી વિસ્તારમાં આવેલ વાડીએ ખેત મજૂરીનો હિસાબ લઈ જવાના બહાને બોલાવી હતી. જ્યાં ખેતરની ઓરડીમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
હાલ તો ધંધુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. આર.જી.ખાંટ એ પોસ્કો, એટ્રોસિટી, તથા 376(3) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી ગોપાલ બળદેવભાઈ ચુડાસમાને પોલીસે રાઉન્ડઅપ કરી કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે. જ્યારે પીડિતાને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ગત તા.9 માર્ચની મોડી રાત્રિના પ્રાથમિક આરોગ્ય તપાસ માટે મોકલ્યા બાદ વધુ મેડિકલ ચેકઅપ માટે આજરોજ 10 માર્ચે બપોરના સમયે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
સમગ્ર દુષ્કર્મની ઘટનાને લઈ ભોગ બનનાર પીડિત સગીરાના પિતા, પરિવારજનો તેમજ દલિત સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ વહેલી તકે યોગ્ય કડક ન્યાયિક તપાસ કરી આરોપને કડક સજાની માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..