ખેડૂત ગીત

-:ખેડૂત-ગીત:-
રાગ:-ખોડીયારછે જગમાયા રેમામડી
લેખક:- “ધરમકવિ સરદારકથાકાર”

ખેડૂતોછેરેઅન્નદાતા રે”જગતમા વાલા”
ખેડૂતો છેરે અન્નદાતા……(ટેક)

હા..ધરતીરે ખેડીને જેણે,
અન્ન-કણ બીજને, વાવ્યા (૨)
એ..કૃર્મિય ક્ષત્રિય, કેવાણા,
રે જગતમાં વાલા ખેડૂતો…(૧)

હા..ખેતર ખળેથી અમે,
અન્ન ના રે,અન્નદાન દિધા,(૨)
એ..યાચક અતિથી હરખાણા,
રે જગતમાં વાલા ખેડૂતો…(૨)

હા..વૈશાખી અખાત્રિજે,
ધરતીપૂજનકરીએ અમે,(૨)
અે..ધરતીનીહારેજોડ્યાનાતા,
રેજગતમાં વાલા ખેડૂતો…(૩)

હા..ખેતી પ્રધાન રે ભૂમિ,
ભારત નુ ,અમે…ગૌરવ, (૨)
એ..સરકારનવાજે”જયકિશાન”
રેજગતમાંવાલા ખેડૂતો…(૪)

હા..ધરતીનો બાળક કવિ,
મિઠડીયો ગુણલાગાવે,(૨)
એ..(જેણે આ)ધુળમાં થી’પકાવ્યા છે
(ધાન)રે જગતમાં વાલા ખેડૂતો…(૫)

આ(ખેડૂત નુ ગીત)”શ્રી ખોડલધામ”
કૃર્ષિમેળા(૨૦૧૪)વખતે ગવાયુ હતુ
લેખક:- “ધરમકવિ-સરદારકથાકાર”
(ધરાળા વાળા ધરમશીભાઈ ભુવા)
હાલ:-સુરત:-મો:-૯૮૨૫૯૭૫૯૦૧

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો