ખેડા: માતાની ગેરહાજરીમાં સાવકા પિતાએ સગીર પુત્રીને બનાવી હવસનો શિકાર, ગર્ભવતી થતા પતિની કરતૂતનો ભાંડો ફૂટયો

ખેડા જિલ્લાના માતરમાં 11 વર્ષની સગીરા પર તેના જ સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સાવકા પિતા વિરુદ્ધ ફિટકારની લાગણી જોવા મળી રહી છે. આ બનાવની જાણ થતા પોલીસે સાવકા પિતા ભાગે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાધનપુરા, પાટણનો મુસ્તુફા હનિફમિયાં મીયાણા છેલ્લા 8 મહિનાથી માતરના એમ્પાયર ફાર્મ હાઉસ ફેમિલી સાથે ફાર્મ હાઉસની રખેવાળની નોકરી કરતો હતો. મુસ્તુફા સાથે તેની પત્ની અને પત્નીની અગાઉના પતિથી જન્મેલી દીકરીઓ તેમજ તેનો પોતાનો નાનો પુત્ર સાથે રહેતા હતા.

મુસ્તુફાની પત્નીની 11.8 વર્ષની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરે તપાસ કરતાં તે ગર્ભવતી હોવાનું ધ્યાને આવતા હોસ્પિટલ સત્તાધીશોએ તાત્કાલીક માતર પોલીસને જાણ કરી હતી.

માતાએ 3 પુત્રીઓની પરવરિશ માટે આરોપી સાથે સંસાર માંડ્યો
ભોગ બનનાર સગીરાની માતાના પહેલા લગ્ન ગોધરામાં થયા હતા. તેને સંતાનમાં 3 દીકરીઓ હતી. આથી ત્રણેય દીકરીઓની પરવરિશ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેણે મુસ્તુફા સાથે બીજા લગ્ન કર્યા હતા. જો કે દીકરીઓને પરવરિશની જવાબદારી માતાએ જેના માથે નાંખી તેવા સાવકા પિતાએ ફક્ત 11 વર્ષની દીકરી પર વારંવાર દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. 

ડૉક્ટરોના મતે, 11 વર્ષની સગીરાને 11 વીકની પ્રેગ્નેન્સી છે. તેના સાવકા પિતાએ માતાની ગેરબાજરીમાં પાંચેક મહિનાથી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું દીકરીએ જણાવતા માતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી. આ મામલે માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો