રાજકોટના કેતન વેકરિયાની જન્મ દિવસની અનોખી ઉજવણી, ભારતીય સૈન્યના શહીદોના ૧૦ બાળકોને શિક્ષણ માટે દત્તક લેવાનો સંકલ્પ
જીવનની પ્રત્યેક ક્ષણો આનંદપૂર્વક માણવી એ જ ખરું જીવન જીવવાની રીત છે. પરિવાર અને મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરવી તે પણ તેનો એક ભાગ છે. ભાગદોડ ભરી જિંદગીમાં ભાગ્યેજ આપણને આપણાંઓ માટે સમય મળે છે જેને આપણે યાદગાર બનાવી શકીએ. દરેક પોતાના જન્મ દિવસને એક ખાસ દિવસ તરીકે બનાવવા માંગે છે . બધા સામાન્ય રીતે કેક કાપે છે, પાર્ટી યોજે છે, વડીલોના આશીર્વાદ લે છે, શોપિંગ કરે છે અને ભેટ-સોગાદો મેળવે છે અને આમ આ બધાની એક સુવર્ણ સ્મૃતિ બનાવે છે.
ગુજરાતનાં રાજકોટ શહેરના શ્રી કેતનભાઈ વેકરીયા પણ તેમના જન્મ દિવસની ખુશી મનાવવા અને આ દિવસને યાદગાર બનાવવા જઈ રહ્યા છે. તેઓ પણ તેમનો જન્મ દિવસ તેમના પરિવાર સાથે ઉજવવા જઈ રહ્યા છે, પરંતુ તેમનો પરિવાર તેમના પત્ની, બાળકો માતા-પિતા-ભાઈ-બહેન, ભાઈ-ભત્રીજાઓ પૂરતો મર્યાદિત નથી, ભારતીય સૈન્યનો પરિવાર પણ તેમનો પરિવાર છે, આવી તેમની અદભૂત વિચારસરણી છે.
આ કાર્ય કરવા માટે તેમણે ભારતીય સૈન્યના શાહિદોના ૧૦ બાળકોને શિક્ષણ માટે દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. તેઓ માને છે કે જ્યારે તેઓ આપણી સલામતી માટે બલિદાન આપી રહ્યા છે અને આપણને તેમના પરિવારના હ્રદયસ્થ સભ્યો ગણી રહ્યા છે ત્યારે એક નાગરિક તરીકે તેઓ પણ ઈચ્છે છે કે શહીદોની નવી પેઢીના પરિવારના જીવનમાં પણ આશાઓ અને ખુશીઓ લાવીને મારો જન્મ દિવસ ઉજવાય.
શ્રી કેતન વેકરીયા ભારતીય સૈન્યના બલિદાન વીરોના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા શિક્ષણ માટે આ રકમ નિયમિત રીતે વાપરવા માંગે છે. તેઓ શહીદોના પરિવારના ખરા હ્રદયના ઊંડાણેથી આશીર્વાદ મેળવવા માંગે છે. તેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ઇશ્ર્વર શહીદોના આત્માને શાંતિ અર્પે અને મને તથા મારા પરિવારજનોને આવા પરિવારોને મદદ કરવાની શક્તિ અર્પે.
birthdate 20 Feb 1979