12 વર્ષના છોકરાએ 3 દિવસમાં છાપાંમાંથી બનાવ્યું ટ્રેનનું મોડલ, ભારતીય રેલવેએ વીડિયો શેર કરીને કર્યા વખાણ
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઘરોમાં કેદ (Lockdown) લોકોની ક્રિએટિવિટી સામે આવી રહી છે. કોઈએ કિચનમાં ક્રિએટિવિટી દર્શાવી તો અનેક લોકો પોતાની આર્ટના ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરા પાડી રહ્યા છે. કેરળના થ્રિસુર શહેરના 12 વર્ષના છોકરાની ક્રિએટિવિટી જોઈને ભારતીય રેલવેએ વખાણ કર્યા છે. અદ્વૈત ક્રિશ્નાએ માત્ર ૩ દિવસની મહેનત પછી છાપાંમાંથી ટ્રેનનું મોડલ બનાવ્યું છે. ભારતીય રેલવેએ અદ્વૈતનો વીડિયો પણ ટ્વિટર પર શેર કર્યો છે. 2 મિનિટના વીડિયોને અત્યાર સુધી 47 હજાર લોકોએ જોયો છે.
Master Adwaith Krishna, a 12 year old rail enthusiast from Thrissur, Kerala has unleashed his creative streak and has made a captivating train model using newspapers.
His near perfection train replica took him just 3 days. pic.twitter.com/H99TeMIOCs
— Ministry of Railways (@RailMinIndia) June 25, 2020
અદ્વૈત ધોરણ 7નો વિદ્યાર્થી છે. તેણે ટ્રેન બનાવવા માટે 33 છાપાં, 10 A4 શીટ અને ગુંદરનો ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ અદ્વૈતનો વીડિયો જોઈને કમેન્ટનો ઢગલો કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ભવિષ્યમાં ભારતીય રેલવેએ અદ્વૈતને પોતાની ટીમમાં સામેલ કરવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો