કેન્દ્રના પૈસા કોઈના પિતાના નથી, દિલ્હીવાળા 1.80 લાખ કરોડ ટેક્સ આપે છે: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)નું આગામી મિશન શું છે? પંજાબમાં શાનદાર જીત બાદ અરવિંદ કેજરીવાલનું કયા રાજ્ય પર ફોકસ છે? શું અરવિંદ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના વડાપ્રધાનના ચહેરો બની શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં આ બધા સવાલોના જવાબ આપ્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં અમને આશાથી વધારે સીટ મળી. પંજાબમાં જનતાએ બધા દિગ્ગજોને હરાવ્યા એટલે જનાદેશ દેખાડે છે કે જનતા બદલાવ ઈચ્છે છે.
તેમણે કહ્યું કે 75 વર્ષ બાદ પણ દેશમાં મૂળભૂત સમસ્યાઓ છે. આપણાં પછી આઝાદ થયેલા દેશ આપણાથી આગળ છે. આમ આદમી પાર્ટીના ત્રણ સિદ્ધાંત છે દેશભક્તિ, ઈમાનદારી અને માણસાઈ. પંજાબમાં પહેલાંની સરકારો બધા ખોટા લોકો સાથે મળેલી હતી. જેમની સહમતીથી અને તેમના સંરક્ષણની અંદર બધુ ચાલી રહ્યું હતું. રાજનૈતિક સંરક્ષણ વિના પંજાબ જેવા મોટા રાજ્યમાં નશો વેચાઈ નહીં શકે. ફરક નિયતનો છે અને અમારી નિયત સ્પષ્ટ છે. ખોટા કામ કરનારાઓને જેલમાં પણ નાખીશું અને બાળકો માટે રિહેબિલિટેશન સેન્ટર પણ ખોલીશુ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની દેશની કોઈ પણ પાર્ટી રોજગારની વાત નથી કરતી. પંજાબમાં 25 હજાર નોકરીઓ કાઢવામાં આવી છે. દિલ્હીમાં અમે 20 લાખ નોકરીઓ ઉત્પન્ન કરી છે. પંજાબ ચૂંટણી પહેલા લોકોને કરેલા વાયદા પર કેજરીવાલે કહ્યું કે પંજાબ પર 4 લાખ કરોડનું દેવું છે.
અહીં છેલ્લા 5 વર્ષોમાં કશું જ થયું નથી. પંજાબમાં વીજળી માફીની જાહેરાત જલદી જ થશે. અમે દિલ્હીને દેવાથી બહાર કાઢી અને દિલ્હી સરકાર ફાયદામાં ચાલી રહી છે. દેશમાં પૈસાની કોઈ અછત નથી. કેન્દ્રના પૈસા પણ અમારા જ પૈસા છે. કેન્દ્રના પૈસા કોઈના પિતાના નથી. દિલ્હીવાળા 1.80 લાખ કરોડ રૂપિયાનું ઇનકમ ટેક્સ આપે છે. આ દિલ્હીવાળાના છે.
એક રિપોર્ટ મુજબ અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે છોટુ વસવાની આગેવાનીવાળી ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) સાથે ગઠબંધન પર વિચાર કરી રહ્યા છે. હાલમાં જ અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે અમદાવાદમાં મોટો શૉ કર્યો હતો.
તો બીજી તરફ છોટુ વસાવાએ પણ પુષ્ટિ કરી દીધી છે કે તેમની પાર્ટીએ આમ આદમી પાર્ટી સાથે હાથ મળાવવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે અને આમ આદમી પાર્ટીએ તમામ 182 સીટ પર ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..