પંજાબમાં AAP સત્તામાં આવશે તો એવી રોજગારી આપીશું કે કેનેડા ગયેલા યુવાનો 5 વર્ષમાં પરત આવશે: કેજરીવાલ, જાણો આપના 10 વાયદાઓ વિશે
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા દરેક પક્ષ પોતાની તમામ શક્તિઓને કામે લગાડી રહ્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 10 મુદ્દાના પંજાબ મોડલને રજૂ કર્યું છે.
કેજરીવાલે પંજાબ મોડલને રજૂ કરતી વખતે કહ્યું હતું કે જો AAP સત્તામાં આવે છે તો અમે પંજાબને વિકસિત અને સમૃદ્ધ બનાવવા માટે 10 સૂત્રીય પંજાબ મોડલ તૈયાર કર્યું છે. અમે એવું સમૃદ્ધ પંજાબ બનાવીશું કે રોજગારી મેળવવા માટે કેનેડા ગયેલા યુવા પાંચ વર્ષમાં પરત આવી જાય.
.@ArvindKejriwal presents AAP's 10-Point ‘Punjab Model’
1️⃣Employment for all
2️⃣End of Drug Mafia
3️⃣Peaceful Punjab
4️⃣End of Corruption
5️⃣Education Revolution
6️⃣Healthcare Revolution
7️⃣24×7 Free Electricity
8️⃣₹1000/Month for Women
9️⃣Solve Farmers issues
🔟Pro-Business Governance pic.twitter.com/3qNbMgqpR1— AAP (@AamAadmiParty) January 12, 2022
કેજરીવાલે રજૂ કરેલા પંજાબ મોડલના 10 મુદ્દા
1. રોજગાર: પ્રથમ એજન્ડાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અહીં રોજગારની ઘણી સમસ્યા છે, જેના કારણે મોટા ભાગના યુવાનો વિદેશ જાય છે. જો અમારી સરકાર બનશે તો અમે એવું કરીશું કે વિદેશમાં સ્થાયી થયેલા યુવાનો પંજાબ પાછા આવશે.
2. નશો: CM કેજરીવાલે કહ્યું હતું કે અડધા યુવાનો વિદેશ જતા રહે છે અને જે અહીં રહે છે તે નશામાં રહે છે. અગાઉની સરકારોએ નશા પર અંકુશ લગાવવાની જાહેરાતો કરી હતી, પરંતુ કંઈ કર્યું નથી. જો AAPની સરકાર બનશે તો પંજાબમાંથી નશો ખતમ કરીશું.
3. કાયદો અને વ્યવસ્થા જાળવવીઃ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો અમે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા લાગુ કરીશું અને અપમાનના બનાવમાં ન્યાય મળશે.
4. ભ્રષ્ટાચારમુક્તઃ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે જો AAPની સરકાર બનશે તો અમે પંજાબને ભ્રષ્ટાચારમુક્ત બનાવીશું, જેમ અમે દિલ્હીને બનાવ્યું છે.
5. શિક્ષણઃ દિલ્હીના CMએ જાહેરાત કરી કે જો સરકાર બનશે તો તેઓ શિક્ષણનો સ્તર સુધારશે.
6. સ્વાસ્થ્યઃ અરવિંદ કેજરીવાલે પંજાબની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો અમે પંજાબના લોકોને સારવારની ખાતરી આપીશું. આ માટે પંજાબમાં દિલ્હીની તર્જ પર 16,000 મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવશે.
7. વીજળી: અરવિંદ કેજરીવાલે તેમના 7મા એજન્ડા તરીકે મફત વીજળીની જાહેરાત કરી. આ સાથે તેમણે કહ્યું હતું કે પંજાબમાં 24 કલાક વીજળી આપવામાં આવશે.
8. મહિલાઓને આર્થિક મદદઃ દિલ્હીના CMએ પંજાબની મહિલાઓને આર્થિક મદદની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા કરવામાં આવશે.
9. કૃષિ: અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો અમે ખેતી પ્રણાલીને ઠીક કરીશું અને કૃષિક્ષેત્રને સુધારીશું.
10 વેપાર અને ઉદ્યોગ: સીએમ કેજરીવાલે કહ્યું હતું કે વેપાર અને ઉદ્યોગ સિસ્ટમમાં સુધારો કરીશું.
કેજરીવાલનો કોંગ્રેસ-અકાલી દળ પર પ્રહાર
આ સાથે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને અકાલી દળ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બાદલ પરિવારે પંજાબમાં 19 વર્ષ અને કોંગ્રેસે 25 વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ આ બંને પાર્ટીઓએ પંજાબને લૂંટી લીધું. પંજાબ રાજ્યની રચના બાદ કોંગ્રેસ અને અકાલી દળે ગઠબંધન કરીને સરકાર ચલાવી હતી.
પંજાબ વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ
21 જાન્યુઆરી- નોટિફિકેશન બહાર પડશે.
28 જાન્યુઆરી- નોમિનેશનની છેલ્લી તારીખ.
29 જાન્યુઆરી- સ્ક્રૂટિની.
31 જાન્યુઆરી- નોમિનેશન પરત ખેંચવાની છેલ્લી તારીખ.
14 ફેબ્રુઆરી- વોટિંગ.
10 માર્ચ- પરિણામ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..