રાજકોટ: ખોડલધામ વિદ્યાર્થી સમિતીએ આપ્યો અસરગ્રસ્તોને ખભો, જાણો લોકોને શું કરી અપીલ

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ વિદ્યાર્થી સમિતી એટલે કે KDVS જે ખોડલધામની યુવા પાંખ છે. KDVS દ્રારા સમાજ ઉપયોગી અનેક પ્રવૃતિ કરવામા આવે છે. જે પૈકી હાલ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાથી અનેક લોકો ઘરવિહોણા થઇ ગયા છે. અને રહેવા કે જમવાનુ મળતુ નથી.ત્યારે આવા લોકોની સાથે ઉભા રહેવા KDVS આવ્યુ છે. KDVS ના કન્વિનર્સએ એક ઉમદા કાર્ય કરવા તાત્કાલીક વસ્ત્ર તથા ફુડ પેકેટ્સ ગીરસોમનાથના ઉના, ગીર ગઢડા તેમજ જુનાગઢના કેશોદ પંથકના લોકોને પહોંચાડ્યા હતા.

આ તમામ વસ્તુઓ અસરગ્રસ્તોને પહોંચાડનાર KDVS ના કન્વીનરોનો લોકોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. લોકોએ ખોડલધામ વિદ્યાર્થી સમીતીના આ કાર્યને લોકો અને તંત્ર દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્ય ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યુ છે. આ તકે KDVS દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, તમારી પાસે પડી રહેલા વસ્ત્રો સરદાર પટેલ ભવન,ન્યુ માયાણીનગર રાજકોટ કે જયા KDVS ની ઓફીસ આવેલ છે. ત્યા પહોચાડો જેથી હજુ પણ વધુને વધુ લોકોને મદદરૂપ બની શકાય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો