કબૂતરો સાથે જિંદગી ભર નો પ્રેમ, હૂંફ અને વિશ્વાસ નો નાતો જોડનાર કાલાવડના 2 પટેલ યુવકોની અનોખી સેવાની કહાની

કૌશિક ડોબરીયા અને મનીષ અજુડીયા નામના બે પતંગરસિયા પટેલ યુવાનો ને પતંગ નો પ્રેમ છોડાવી ને કબૂતરો માટે જિંદગી ભર નો પ્રેમ, હૂંફ અને વિશ્વાસ નો નાતો જોડી દીધો ….ની એક ઘટના

જામનગર જિલ્લા ના કાલાવડ ગામ માં બે પટેલ મામા-ભાણેજ ની જોડી આજે ફક્ત એક ઘાયલ કબુતર ની સેવા કરતા કરતા 175 જેટલા કબૂતરો ને હૂંફ અને પ્રેમ ની સાથે સાથે યોગ્ય સારવાર આપી હંમેશા માટે પોતાના બનાવી રાખી દીધા છે..આ છે કૌશીક ડોબરીયા અને મનીષ અજુડીયા….

જયારે સામે બધા કબૂતરો પણ સજા થય ને ત્યાંથી ઉડી જાવા ને બદલે ત્યાં જ પરિવાર ના સભ્યો હોય એમ જાવા જાણે તૈયાર જ નથી …
વાત એમ બની હતી કે આજ થી ત્રણ વર્ષ પહેલા ઉતરાયણ ના દિવસે બધા ની જેમ જ આ જોડી પણ પતંગ ને ઉડાડવા માં મશગુલ હતી ત્યારે જ એક ઘાયલ કબુતર તેમની સામે તેમની અગાશી પર પડ્યું… તેની હાલત જોય ને બંને ના હૃદય દ્રવી ઉઠ્યા અને તુરંત જ બંને તેની સારવાર માટે દવા ઓ ની વ્યવસ્થા કરી અને સારવાર માં લાગી ગયા…અને એમની મહેનત નું ફળ મળ્યું દસેક દિવસ ના ગાળા માં કબુતર સંપુર્ણ રીતે સાજું થાય ગયું..અને આ મામા-ભાણેજ બંને એ ખુલ્લુ આકાશ જ એનું સાચું ઘર છે એમ મણિ એને ઉડાડી મુક્યું તો ખરા પણ એ પંખી ને જાણે પોતાના ખોવાયેલ સાથીદારો મળી ગયા હોય એમ સાંજ પડતા ની સાથે જ પાછું ઘર માં પોતાની નિશ્ચિત કરેલી જગ્યા એ બેસી ગયું અને એક દિવસ, બે દિવસ ત્રણ દિવસ… આમ જ થતા કૌશીક ડોબરીયા અને મનીષ અજુડીયા ના આનંદ નો પર ન રહ્યો પછી તે બંને પણ આ કબુતર માટે કેરી ની પેટી ગોઠવી આપી અને નાનો એવો અલગ જ કહેવાય તો1BHK નો ફ્લેટ જ બનાવી આપ્યો….

અને આ એક કબુતર થયેલી પંખી ઓ ની સારવાર ની શરૂઆત આજે 175 થી 200 કબુતર પર પહોંચી ને પણ અટકી નથી…
અત્યારે આ બંને યુવાનો એ સ્વખર્ચે કબૂતરો માટે અગાશી પર જ એક મોટો 14×7×8 ફુટ નો ઓરડો જ બનાવી આપ્યો છે આજે તેમના વિસ્તાર ની આજુબાજુ માં કોઈ પણ જગ્યા એ પંખી ને સારવાર ની જરૂર જણાય તો લોકો પોતે આવી ને એમના ઘરે પંખી ને મૂકી જય છે…

એમના આ પક્ષી સેવા નો ધ્યેય આજે એક હરખ ભરેલ શોખ માં પરિણમ્યો છે..

એક કબુતર ને સાચવતા સાચવતા આજે અમારી પાસે સાજા કરેલા અને અમારી પાસે રેહતા હોય સવારે ઉડી ને પાછા અમારી પાસે આવી જાય એમાં અંદાજે 150 થી 175 જેટલા કબૂતરો થાય ગયા…અને આ હવે અમારી સાથે આત્મીયતા થી જોડાય ગયા છે…

અને એટલે એમના માટે અગાશી પર ચણ પાણી અને એક મોટો હવા ઉજાસ વાળો ઓરડો બનાવી આપ્યો છે અને આજે પૂરતું સુવિધા અને દવા ની સાથે પ્રેમ અને હૂંફ પણ મળી રહે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે…

કૌશીક ડોબરીયા અને મનીષ અજુડીયા એ જણાવ્યું કે આજે એ બધા અમારા ને અમે એના પરિવાર હોય એમમ સવારે ને સાંજે ઉપર અગાશી એ જતા ની સાથે અમારા હાથ ,પગ, માથા પર બેસવા પડાપડી કારી મુકે છે..અને પ્રેમ ની લાગણી બતાવે છે.અમુક કબૂતરો તો તેમના હાથ માં બેસી ને જ ચણ ખાય છે જાણે નીચે થી ખાવી જ નથી ને…..

આ સાથે બધા કબૂતરો જાણે અવાજ ની ભાષા જનતા હોય એમ અલગ અલગ અવાજો ના કમાન્ડ આપતા ની સાથે જ તે પ્રમાણે વર્તન કરે છે આકાશ માં ઉડતા કબૂતરો ને બોલાવતા એ સીધું જ નીચે આવી જાય એવા આત્મીયતા ના સંબંધો કેળવ્યા આ પક્ષીપ્રેમી યુવાનો એ..

અને બધા આજુબાજુ લોકો અને તેમનું મિત્ર મંડળ તેમના આ કામ ને બિરદાવતા સહુ લોકો ઈચ્છા પ્રમાણે ઘઉં , બાજરી, મકાઈ ….વગેરે લાવી ને આપે અને આ પુણ્ય કાર્ય માં સહયોગ આપવા નો આનંદ ઉઠાવે છે.

કૌશીક ડોબરીયા અને મનીષ અજુડીયા એ જણાવ્યું કે એમને આ બધા પાછળ એક ધ્યેય જ સિદ્ધ કરવાનો હોય એમ કે અમારી ઈચ્છા છે કે બધા લોકો પંખી પ્રત્યે સહાનુભૂતિ બતાવે અને ખાસ કરીને ઉનાળા ની ઋતુ દરમિયાન ખાવા માટે ચણ નહિ તો ખાલી પાણી નું એક કુંડું ઘર માં જરૂર ગોઠવે જેથી પક્ષી ઓ પાણી વાંકે ના મરે…
સલામ છે આ બંને પટેલ યુવાનો ને…કૌશીક ડોબરીયા અને મનીષ અજુડીયા ને…….

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો