પિતાને માર મારી રહ્યા હતા બદમાશો, દીકરીએ વીડિયો બનાવ્યો તો મારી દીધી ગોળી, 5 દિવસની સારવાર બાદ યુવતીનું થયું મોત
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં પિતાને માર મારતા લોકોનો વીડિયો બનાવનાર યુવતીનું મોત થયું છે. ગગહા પોલીસ સ્ટેશન વિસ્તારના જગદીશપુર ભલુવાન ગામમાં શુક્રવારે કાજલ નામની યુવતીને તે જ ગામના બદમાશ વિજય પ્રજાપતિએ પેટમાં ગોળી મારી દીધી હતી. છેલ્લા 5 દિવસથી કેજીએમસી લખનઉમાં તેની સારવાર ચાલી રહી હતી. હવે તેમનુ મોત થયું છે.
કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરો કાજલના પેટમાંથી ગોળી કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા. તેના પેટમાં ગોળી ફસાયેલી હોવાને કારણે તેની સ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી. આ દરમિયાન લોહી પણ વધુ નિકળી ગયું હતું. ડોક્ટરે ઓપરેશન કરીને ગોળી કાઢવાનો પ્રયાસ કર્યો, પણ ઓપરેશન સફળ ન થયું.
પાંચ દિવસ પછી કાજલનું અવસાન થયું. આ પછી તેનો મૃતદેહ જગદીશપુર ભલુવાન લાવવામાં આવ્યો હતો. અહીં પ્રાદેશિક પોલીસ સાથે, ઘણા પોલીસ સ્ટેશન વિસ્તારોની પોલીસ ગામથી ચોકડી સુધી ઉભી રહી હતી. કાજલના અંતિમ સંસ્કાર બાદલગંજ મુક્તિપથ ખાતે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યા હતા.
કાજલના મૃત્યુ બાદ ટ્રાયલમાં હત્યાની કલમ વધારવામાં આવી છે અને ગોરખપુર પોલીસે ગુનેગાર વિજય અને તેના સાથી પર 25-25 હજારનું ઈનામ જાહેર કર્યું છે. આરોપીઓની ધરપકડ માટે અનેક શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..