કેવી રીતે થઈ ભગવાન શિવમાંથી કાળભૈરવની ઉત્પત્તિ? જાણો અને શેર કરો

કારતક મહિનાના વદ પક્ષની આઠમે કાળ ભૈરવાષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કાનભૈરવની પૂજા કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો પ્રમાણે, આ દિવસે ભગવાન શિવે કાળભૈરવનો અવતાર લીધો હતો. આ લેખમાં જાણો ભગવાન શિવે શા માટે આ અવતાર લીધો હતો.

ભૈરવ અવતારની કથાઃ-

  • શિવપુરાણ પ્રમાણે, એકવાર ભગવાન શંકરની માયાથી પ્રભાવિત થઇને બ્રહ્મા અને વિષ્ણુ સ્વયંને શ્રેષ્ઠ માનવા લાગ્યાં હતાં. આ વિષયે જ્યારે વેદોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શિવને સર્વશ્રેષ્ઠ અને પરમતત્વ જણાવ્યાં હતાં. પરંતુ બ્રહ્મા અને વિષ્ણુએ તેમની વાતનું ખંડન કરી દીધું હતું.
  • ત્યાં જ ત્યાં હળવા પ્રકાશ વચ્ચે એક પુરૂષાકૃતિ જોવા મળી. જેને જોઇને બ્રહ્માજીએ કહ્યું- ચંદ્રશેખર તું મારો પુત્ર છે. મારી શરણમાં આવી જા.
  • બ્રહ્માની વાત સાંભળીને ભગવાન શિવને ગુસ્સો આવી ગયો. તેમણે તે પુરૂષાકૃતિને કહ્યું- કાળની જેમ શોભિત હોવાથી તમે સાક્ષાત કાલરાજ છો. ભીષણ હોવાથી ભૈરવ છો. તમારાથી કાળ પણ ભયભીત રહેશે. એટલે તમે કાળભૈરવ છો.
  • મુક્તિપુરી કાશીનું આધિપત્ય તમને હંમેશાં પ્રાપ્ત રહેશે. ઉક્ત નગરીના પાપીઓના શાસક પણ તમે જ રહેશો. ભગવાન શંકર પાસેથી આ વરદાનને પ્રાપ્ત કરી કાલભૈરવે તેની આંગળીના નખથી બ્રહ્માજીનું પાંચમું માથું કાપી નાખ્યું.

કાળ ભૈરવ પાસેથી અવગુણનો ત્યાગ કરવાની શીખ મળે છેઃ-

  • ભૈરવને ભગવાન શંકરનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શંકરના આ અવતારથી આપણે અવગુણોનો ત્યાગ કરવાનું શીખવું જોઇએ. ભૈરવ અતિ ગુસ્સાવાળા, તામસિક ગુણો ધરાવતાં તથા મદિરા (દારૂ)નું સેવન કરનાર છે.
  • મનુષ્ય તેમના બધા જ અવગુણ જેમ કે- મદિરાપાન, તામસિક ભોજન, ગુસ્સાવાળો સ્વભાવ વગેરે ભૈરવને સમર્પિત કરી પૂર્ણતઃ ધર્મમય આચરણ કરે તે જ આ અવતારનો મૂળ ઉદેશ્ય છે. આ સિવાય ભૈરવ અવતાર પાસેથી એવી શિક્ષા પણ મળે છે કે, મનુષ્યે દરેક કાર્ય સમજી-વિચારીને કરવા જોઇએ. વિના વિચાર્યે કાર્ય કરવાથી પદ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે.

કાળભૈરવ તંત્ર-મંત્રના દેવતા છેઃ-

ભગવાન ભૈરવનાથ તંત્ર-મંત્ર વિદ્યાઓના દેવતા છે. તેમની કૃપા વિના તંત્ર સાધના અધૂરી રહે છે. શિવ અને શાક્ત બંને સંપ્રદાયોમાં ભગવાન ભૈરવની પૂજા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમના 52 સ્વરૂપ માનવામાં આવ્યાં છે. તેમની કૃપા પ્રાપ્ત કરીને ભક્ત નિર્ભય અને બધા કષ્ટોથી મુક્ત થઇ જાય છે. ભૈરવનાથ તેમના ભક્તોની રક્ષા કરે છે. તેઓ સૃષ્ટિની રચના, પાલન અને સંહાર કરતાં રહે છે.

કાળ ભૈરવના પૂજનથી સુખ મળે છેઃ-

ભગવાન કાળભૈરવની પૂજા-અર્ચના કરવાથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની રક્ષા થાય છે. ભૈરવ તંત્રોક્ત, બટુક ભૈરવ કવચ, કાલભૈરવ સ્તોત્ર, બટુક ભૈરવ બ્રહ્મ કવચ વગેરેનો નિયમિત પાઠ કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે.

કાલભૈરવ અષ્ટમી: પુરાણોમાં બતાવ્યા છે કાળભૈરવના 8 સ્વરૂપ, આ દિવસે ભૈરવના વિવિધ સ્વરૂપોની કરો વિશેષ પૂજા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો