શિયાળામાં સાંધા અને હાડકાંના દુ:ખાવાથી થઈ રહ્યાં છો પરેશાન? તો કરો આ ઉપચાર મળશે તેનાથી રાહત, જાણો અને શેર કરો
શિયાળામાં લોકોને સાંધા અને હાડકાંમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ વધુ રહે છે. સંધિવાથી પીડિત લોકો માટે આ સમય ખૂબ જ મુશ્કેલજનક હોય છે. એવામાં વયોવૃદ્ધ વ્યક્તિઓને આ સિઝનમાં ઉભા થવામાં અને બેસવામાં ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. ડૉકટરોનું કહેવુ છે કે શિયાળામાં અમુક સાવચેતી રાખવાથી સંધિવાના દર્દીઓને રાહત મળી શકે છે.
શરીરને ગરમ રાખો
શિયાળામાં સંધિવાના દર્દીઓએ ખૂબ જ સાવધાની રાખવાની હોય છે. પોતાના આખા શરીર પર કપડાં પહેરવા જોઈએ. શરીર ગરમ રહેવાથી સાંધાનો દુ:ખાવો ઓછો થશે. હથેળી અને ઘૂંટણને વધારાના કપડાંથી ઢાંકો. પગમાં મોજા પહેરીને રાખો. ઠંડીમાં આવી સાવચેતી રાખવાથી સંધિવામાં રાહત મળશે.
બૉડી હાઈડ્રેટ
શિયાળાની ઋતુમાં પાણીની તરસ ઓછી લાગે છે. એટલે તેનો બિલ્કુલ મતલબ એ નથી કે તમારા શરીરને પાણીની ઓછી જરૂર પડે છે. કોઈ પણ સિઝનમાં શરીરમાં પાણીની ઘટ ના પડવી જોઈએ. પાણી શરીરને હાઈડ્રેટ કરે છે, જેનાથી આપણુ શરીર વધુ સક્રિય રહે છે. જો તમે ઈચ્છો તો પાણીની જગ્યાએ ચિકન સૂપ, વેજીટેબલ સુપ અથવા અન્ય પીવાલાયક પદાર્થો દ્વારા શરીરને હાઈડ્રેટ રાખી શકો છો.
વજનનું સંતુલન જાળવી રાખો
જાડુ શરીર અને વધુ વજન હોવાથી લોકો ઓછા સક્રિય રહે છે. સંધિવાથી પીડિત દર્દીઓએ પોતાનુ વજન હંમેશા અંકુશમાં રાખવુ જોઈએ. જો જરૂરીયાત પડે તો વજન ઘટાડવાનું પણ શરૂ કરી દેવુ જોઈએ. જેના માટે તમે કાર્ડિયો, વેટ લોસ ટ્રેનિંગ અથવા ખાસ ડાયટની મદદ લઇ શકો છો. શરીરના આખા વજનની અસર આપણા સાંધા અને હાડકાં પર થાય છે. તેથી તેમાં બિલકુલ બેદરકારી ના ચલાવશો.
ગરમ પાણીથી ન્હાવો
શિયાળામાં ગરમ પાણી દ્વારા ન્હાવાથી મોટી રાહત મળે છે. સંધિવા ફાઉન્ડેશન મુજબ, ગરમ પાણી સંધિવાના દર્દીઓને મોટી રાહત આપે છે. જેનાથી તમારા સાંધા અને હાડકાંને સારો આરામ મળે છે. ધ્યાન રાખો કે તમારા શરીરના તાપમાનને નોર્મલ થવામાં થોડો સમય લાગે છે. તેથી ઠંડા તાપમાનમાંથી બહાર નિકળી તરત ગરમ પાણીથી ન્હાવાની ભૂલ ના કરશો.
વિટામિન ડી
શિયાળામાં વિટામિન ડીની કમી થવાથી આપણુ શરીર દુ:ખાવા પ્રત્યે વધુ સંવેદનશીલ રહે છે. વિટામિન ડીની ઉણપથી તમે ઓસ્ટિયોપરોસિસની બિમારીનો શિકાર થઇ શકો છો. તેથી શિયાળામાં થોડો સમય તડકામાં રહેવાનો પ્રયાસ કરો. દિવસમાં ફક્ત 15 મિનિટ તડકામાં રહેવાથી શરીરને ખૂબ વિટામિન ડી મળે છે. જેના માટે તમે ઈંડા, મશરૂમ, જાડી માછલી, દૂધ અથવા ડેરી પ્રોડક્ટનું પણ સેવન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..