BSFમાં નોકરી કરવાની સોનેરી તક, 1000થી વધુ પોસ્ટ્સ માટે બહાર પડી છે ભરતી, આટલી મળશે સેલરી

જો તમે 10મું ધોરણ પાસ છો અને ભારતીય સેનામાં નોકરી મેળવવા માગો છો તો તમારા માટે અત્યારે સોનેરી તક છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કોન્સ્ટેબલની પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક ઉમેદવાર 12 જૂન 2019 પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. આ નોકરી માટે 10મું ધોરણ પાસ હોવાની સાથે ડિપ્લોમા કરેલું હોવું અનિવાર્ય છે, કારણ કે આ વેકેન્સી ટેક્નિકલ પોસ્ટ માટે છે. આ ભરતી BSF Head Constable Radio Operator અને BSF Head Constable Radio Mechanic પોસ્ટ્સ માટે બહાર પડી છે.

1072 પોસ્ટ્સ પર વેકેન્સી

1072 હેડ કોન્સ્ટેબર પોસ્ટ્સ માટે BSFમાં ભરતીની પ્રક્રિયા 14 મેથી શરૂ થઈ જશે અને 12 જૂન 2019એ ખતમ થઈ જશે. BSFમાં કામ કરવાની આ સોનેરી તક છે. આ ભરતીની પ્રક્રિયા દ્વારા 1072 પોસ્ટ્સ માટે ભરતી થશે. જેમાંથી 300 પોસ્ટ હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર) અને 772 પોસ્ટ હેડ કોન્સ્ટેબલ (રેડિયો મેકેનિક)ની છે. ઈચ્છુક અને લાયક ઉમેદવાર આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરી શકશે. અન્ય કોઈપણ સ્વરૂપમાં અરજી સ્વીકારવામાં નહીં આવે. આ પોસ્ટ્સ માટે સિલેક્ટ થનાર ઉમેદવારોને 7માં પગાર પંચ મુજબ 25,500-81,100 રૂપિયા લેવલ 4-પે મેટ્રિક્સ મળશે.

14 મેથી અરજી કરી શકાશે..

શૈક્ષણિત લાયકાત

ઉમેદવાર પાસે કોઈ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન / 10મું પાસ અથવા સમકક્ષ હોવું જોઈએ અને સંબંધિત વિષયમાં બે વર્ષની ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રમાણપત્ર (આઈટીઆઈ) હોવું જોઈએ.

ઉમેદવારો આ રીતે અરજી કરી શકે છે

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી સાથે, ઉમેદવારો બીએસએફ હેડ કોન્સ્ટેબલ પોસ્ટ્સ ( BSF head constable Jobs 2019) માટે 12 જૂન 2019 સુધી અરજી કરી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો