ગુજરાતમાં સોમવારથી ખુલશે સ્કૂલ, શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી, કોવિડ ગાઈડલાઈન્સનું કરવું પડશે પાલન
કોરોનાની ત્રીજી લહેર ડાઉનફૉલ તરફ ઢળતા જ ગુજરાત સરકારે ધોરણ 1 થી 9 માટે સોમવારથી શાળાઓમાં પ્રત્યક્ષ એટલે કે ઑફલાઈન શિક્ષણ શરૂ કરવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયને જાહેર કરતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, શાળાઓમાં ઑફલાઈન શિક્ષણ શરૂ કરવાની સાથે જ વિદ્યાર્થીઓને ઑનલાઈન અભ્યાસનો વિકલ્પ પણ આપવો પડશે.
ગુજરાત સરકારની 32 હજાર સહિત રાજ્યમાં 50 હજારથી વધુ ધોરણ- 1થી 9ની શાળાઓમાં છેલ્લા એક મહિનાથી પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યુ હતુ. જો કે, કોરોનાના કેસમાં આવી રહેલા ઘટાડા અને 15 થી 18 વર્ષના વિદ્યાર્થી, તરૂણોમાં વેક્સિનેશન અભિયાન બાદ સરકારે 7 ફેબ્રુઆરીને સોમવારથી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ પૂર્વવત્ કરવા આદેશ આપ્યા છે.
CMશ્રી @Bhupendrapbjpજી સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. ૭/૨/૨૨થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ ૧ થી ૯નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.
— Jitu Vaghani (@jitu_vaghani) February 5, 2022
શિક્ષણ વિભાગના અધિક સચિવ ભાવેશ એરડાની સહીથી પ્રસિધ્ધ પરિપત્રમાં ધોરણ- 1 થી 9માં ઓનલાઈન શિક્ષણ સાથે સાથે શાળાઓમાં ઓફ-લાઈન શિક્ષણ પણ શરૂ કરવા કહેવાયુ છે. જો કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન કે ઓફલાઈન પૈકી પોતાની પસંદગી મુજબ શિક્ષણ આપી શકાશે. જેના માટે ગૃહ વિભાગની પ્રવર્તમાન SOPનો ફરજીયાત અમલ કરવાનો રહેશે.
આ ગાઈડલાઈન મુજબ શાળાઓમાં વર્ગખંડની ક્ષમતાના 50 ટકા જ વિદ્યાર્થીઓને હાજર રાખી શકાશે. આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યુ કે, કોરોનાના ચેપનો ફેલાવાનું પ્રમાણ અને તેની ઘાતકતામાં ઘટાડા ઉપર વિશેષજ્ઞોની નજર છે. જો સ્થિતિ સુધરશે તો સંભવતઃ આગામી 2 સપ્તાહમાં શિક્ષણ કાર્ય માટે 50 ટકા સંખ્યાનું નિયંત્રણ પણ હટાવી લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..