USમાં જોવા મળતા ચક્રવાત જેતપુરમાં જોવા મળ્યું, સાડીનાં 30થી 40 કારખાનાંનાં પતરાં કાગળની જેમ હવામાં ઊડ્યાં, વીડિયો ઉતારનાર પણ ગભરાયો
હવામાન વિભાગ દ્વારા 48 કલાક ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. જેતપુરમાં કાલે બપોર બાદ વાતાવરણમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. ઊંચા આકાશેથી ચક્રવાત જમીન સાથે સરકતું જોવા મળ્યું હતું. ચક્રવાતના ભારે પવનના કારણે જેતપુરમાં 30થી 40 સાડીનાં કારખાનાંનાં પતરા તાજનાં પત્તાંની માફક ચક્રવાતના વમળમાં ઊડતાં નજરે પડ્યાં હતાં. આ લાઇવ દૃશ્યો સ્થાનિક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. જોકે વીડિયો ઉતારનાર પણ આ ચક્રવાતથી ગભરાયો હોય એવું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પતારાં વાગવાથી ત્રણ કારીગરને ઇજા પણ પહોંચી હતી. ગુલાબ વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રબારીકા રોડ અને દાતાર તકિયા વિસ્તારમાં ચક્રવાત ફરી વળ્યું
જેતપુરના રબારીકા રોડ અને દાતાર તકિયા વિસ્તારમાં ચક્રવાત સર્જાયુ હતું. વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ આ ચક્રવાતની તાકાત એટલી હતી કે, સાડીના કારખાનાના પતરા કાગળની જેમ વમળમાં સાથે ફરી રહ્યાં હતા. બાદમાં ચક્રવાત થોડીવાર પછી શાંત પડી જતા આ પતરા દૂર દૂર સુધી ફેકાતા નજરે પડ્યા હતા. વીડિયો ઉતારનાર કારખાનાનો માલિક હોય તેમ પોતાના માણસોને કારખાનાની અંદર રહેવા સૂચના આપતો હતો.
જેતપુરમાં વાવાઝોડાના કારણે 'ટોર્નેડો' જેવી અસર, કારખાનાના છાપરા ઉડ્યા! pic.twitter.com/a5BTsJpRDe
— News18Gujarati (@News18Guj) September 29, 2021
ચક્રવાતને કારણે સાડીના 30થી 40 કારખાનાંમાં મોટુ નુકસાન પહોંચ્યું છે. કારખાનાંનાં પતરાં તૂટી જતાં નુકસાન પહોંચ્યું છે. ચક્રવાતના વમળમાં આવેલી દરેક ચીજવસ્તુઓ સીધી હવામામં ઊડતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે.
8 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
29 સપ્ટેમ્બરના સાંજના 8 વાગ્યા સુધીમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, કચ્છ અને દીવમાં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન વીજળીના કડાકા સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ અને ભરુચમાં પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.
પતરાં ઊડી જતાં કારખાનાં ખુલ્લાં થઈ ગયાં
વરસાદ સાથે ગુલાબ વાવાઝોડામાં પવન ફૂંકાવાની આગાહી હતી. તેમાં આજે બપોરના શહેરના રબારીકા રોડ પર વિદેશમાં જોવા મળતા ચક્રવાત જેવો ચક્રવાત એટલે કે વંટોળીયો સર્જાયો હતો. જેના કારણે આ વિસ્તારમાં આવેલ આવેલ પાદરીયા, આતા અને સોમનાથ ઉદ્યોગનગરમાં કારખાનાઓની છતના પતારા હવામાં કાગળ ઉડતા હોય તે રીતે આકાશમાં ઉડ્યા હતાં. અને પતારા ઉડીને નીચે પડતા ત્રણ કારીગરોને માથાના ભાગે ઇજા પણ પહોંચી હતી. કારખાનાઓના પતરા ઉડી જતાં કારખાનાઓ ખુલ્લા થઈ ગયા અને સાથે વરસાદ પણ વરસતા કારખાનાઓનો ઘણો મુદ્દામાલ પલળી ગયો હતો. જેથી કારખાનેદારોને સારી એવી નુકશાની ખાવાનો વારો આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..