જીવદયા પ્રેમીઓની સક્રિય કામગીરીએ બચાવ્યો 40 અબોલ પશુનો જીવ, કતલખાને લઇ જવાય તે પહેલા જ વિધર્મીને પકડી પાડ્યો

પાલનપુર પાસે ધોળી પરબ નજીક થી જીવદયાપ્રેમીઓએ બાતમીને આધારે મોડી રાત્રે કતલખાને લઇ જવાતા 40 પાડા ભરેલી ટ્રક ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. ટ્રક ચાલકને ઝડપી પાડી જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ટ્રક ચાલકની અટકાયત કરી તેની સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુરના જુના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ઉર્વેશકુમાર મહેન્દ્રભાઇ પટેલ નામના જીવદયાપ્રેમી તેમના મિત્રો સાથે હનુમાન ટેકરી વિસ્તારમાં હતા. દરમ્યાન મોડી રાત્રે તેઓને બાતમી મળી હતી કે એક ટ્રકમાં મોટી સંખ્યામાં પશુઓ કતલખાને લઇ જવાઈ રહ્યા છે. જેને આધારે તેમણે પાલનપુરના ધોળી પરબ નજીક વોચ ગોઠવી હતી.

દરમિયાન એક આઈશર ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરવામાં આવતા તેમાં કતલખાને લઇ જવાતા અને ઘાસચારાની કોઇ પણ પ્રકારની સગવડ કર્યા વિના ખીચોખીચ ભરેલ 40 જેટલા પાડા મળી આવ્યાં હતા. આ બાબતની જાણ તેઓએ પોલીસને કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રક ચાલક સોરાબખાન મહમદખાન પઠાણની અટકાયત કરી એની સામે પશુ ક્રૂરતા અધિનિયમ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો