યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જેતપુર બેઠક પર ભાજપમાંથી 25 હજારથી વધુ મતની લીડથી જીત હાંસલ કરનાર જયેશ રાદડિયાનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1981માં થયો હતો. તેઓ રૂપાણી રથના સૌથી નાની વયના કેબિનેટ મંત્રી છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 2009માં ધોરાજીના ધારાસભ્યના રૂપમાં થઈ હતી. ત્યારબાદ તેઓ વર્ષ 2013થી જેતપુરના ધારાસભ્ય છે. યુવા નેતાએ પોતાના મતક્ષેત્ર એવા જેતપુરમાં છએક વર્ષ પહેલા ભવ્ય બંગલો બનાવ્યો છે. બંગલાનું નામ તેમના દિવંગત ભાઈ વૈભવના નામ પર રાખવામાં આવ્યું છે. જુઓ રાદડિયાના જાજરમાન બંગલાનો અંદરનો નજારો.

જેયશ રાદડિયાના વૈભવ વિલાનો અંદરનો નજારો

જૂનાગઢ રોડ પર આવેલો છે ભવ્ય બંગલો

પાંચ વર્ષ પહેલા જ જેતપુરથી જૂનાગઢ તરફ જઈ રહેલા નેશનલ હાઈવેની નજીક મિનિસ્ટરનો 2 કરોડનો 5 બીએચકે બંગલો આવેલો છે. અહીં તેઓ પોતાના પરિવાર સાથે રહે છે. જેમાં તેમની માતા અને પિતા એવા સાંસદ વિઠ્ઠલભાઈ પણ તેમની સાથે રહે છે.

બંગલામાં સુશોભન સાથે કૃષ્ણ મહિમા
બંગલામાં સુશોભન સાથે કૃષ્ણ મહિમા

બંગલાના સુશોભન સાથે કૃષ્ણ મહિમા

બંગલાનો નીચેનો ભાગ પાર્કિંગ માટે રાખવામાં આવ્યો છે. જ્યારે ઉપરના બંને માળમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અંદર પ્રવેશો એટલે પહેલી નજર ઘરના સુશોભન સાથે કૃષ્ણ મહિમાના દર્શનમાં જ જાય. રાદડિયાના ઘરમાં બાળ કૃષ્ણ ગોવર્ધનને ટચલી આંગળીએ ઉપાડીને ગોકુળ વાસીઓને મેઘતાંડવથી બચાવતાં હોય તેવી આબેહૂબ પ્રતિકૃતિ મન મોહી લે તેવી છે. જ્યારે બંગલાના હોલમાં દ્વારકાધીશની છબી અને કાનૂડાની કાંસ્ય પ્રતિમા જોવા મળે છે.

સીડી આકર્ષણનું કેન્દ્ર

વૈભવમાં વૈભવી બેડરૂમ, દરેક રૂમમાં ટીવી

મિનિસ્ટરના બંગલામાં રોયલ સ્ટાઈલ ફર્નિચર રાખવામાં આવ્યું છે. જેમાં બેડરૂમમાં ફિલ્મોમાં સ્વપ્નસૃષ્ટિ બતાવે એવો ભવ્ય ગોળાકાર બેડ રાખવામાં આવ્યો છે. દરેક રૂમમાં મોટી સાઈઝની ટીવી હોમ થિયેટર સાઉન્ડ સિસ્ટમ સાથે રાખવામાં આવી છે. તો જયેશભાઈના બેડરૂમમાં તેમની પત્ની સાથેની વિશાળ તસવીર નજરે પડે છે.

5BHK બંગલો

હાઈફાઈ કિચન અને બાજુમાં ડાઈનિંગ ટેબલ

રાદડિયા પરિવાર ખાણીપીણી માટે બંગલામાં આધુનિક કિચન બનાવ્યું છે. જેમાં ઓવન, ફ્રિઝ, મિક્સર સહિતના રસોઈના સાધનસામગ્રીથી સજ્જ રાખ્યું છે. પરિવાર જાતે જ બનાવીને આરોગ્યપ્રદ આહાર લે છે. જમવા બેસવા માટે કિચનની બાજુમાં જ ડાઈનિંગ ટેબલ સેટ રાખવામાં આવ્યો છે.

જેતુપરમાં જૂનાગઢ રોડ પર આવેલો છે બંગલો

બાળકોની તસવીરો સાથે વિઠ્ઠલ રાદડિયાની મોટી તસવીર

બંગલાના હોલમાં વિઠ્ઠલભાઈના ત્રણેય દીકરાના બાળકોની તસવીરો જોવા મળે છે. આ સિવાય ઠેર ઠેર વિઠ્ઠલભાઈની સાફો ધારણ કરેલી વિશાળ તસવીર પણ નજરે પડે છે. આ સિવાય વિઠ્ઠલભાઈના નાના પુત્ર કલ્પેશ, વૈભવ અને માતાની ફૂલહાર કરેલી તસવીર પણ છે.

બેડરૂમ

વૈભવમાં વૈભવી બેડરૂમ, દરેક રૂમમાં ટીવી
વૈભવમાં વૈભવી બેડરૂમ, દરેક રૂમમાં ટીવી
મિનિસ્ટરના બંગલામાં રોયલ સ્ટાઈલ ફર્નિચર રાખવામાં આવ્યું છે
મિનિસ્ટરના બંગલામાં રોયલ સ્ટાઈલ ફર્નિચર રાખવામાં આવ્યું છે
પત્ની સાથેની તસવીર
પત્ની સાથેની તસવીર

કૃષ્ણ મહિમા

ગોળાકાર બેડ
ગોળાકાર બેડ

હાઈફાઈ કિચન અને બાજુમાં ડાઈનિંગ ટેબલ

સોફા

2 કરોડનો બંગલો

ફાઇવ સ્ટેર હોટલને ટક્કર આપે તેવો બંગલો

બાળકોની તસવીરો
બાળકોની તસવીરો
બંગલામાં આધુનિક કિચન બનાવ્યું છે
બંગલામાં આધુનિક કિચન બનાવ્યું છે

બંગલામાં આધુનિક કિચન બનાવ્યું છે

રે બંગલાના હોલમાં દ્વારકાધીશની છબી અને કાનૂડાની કાંસ્ય પ્રતિમા જોવા મળે છે

વૈભવ વિલા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો