જયા પાર્વતી વ્રત: શુ કરવું? શુ ન કરવું? પૂજન વીધી અને માહત્મ્ય જાણો
જયા પાર્વતી વ્રતનો પ્રારંભ 21 જુલાઈને બુધવારથી થઈ રહ્યો છે. વ્રત સાથે જોડાયેલી મહત્વની બાબતો વિશે અહીં જણાવાયું છે. જયા પાર્વતીવ્રતને વિજ્યાવ્રત પણ કહેવાય છે. ખાસ કરીને વિવાહીત મહિલાઓ અને કુંવારીકાઓ આ વ્રત કરે છે. આ વ્રત કરવાથી, વિવાહીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત કરે છે.
વ્રત દરમ્યાન શું શું કરવું અને શું શું ન કરવું:
જયાપાર્વતીવ્રત અષાઠ શુકલ પક્ષની તેરસે શરૂ કરીને કૃષ્ણપક્ષની તૃતિયા સુધી એમ પાંચ દિવસ ચાલે છે.
વ્રત શરૂ કરતા પહેલા માટીના વાસણ માટી ભરીને જુવાર-ઘંઉ-મગના જુવારા ઉગાડવામાં આવે છે. જુવારા ઊગી જાય ત્યારબાદ જયાપાર્વતીવ્રતમાં પાંચ દિવસ સુધી નિત્ય કાંઠાગોરનું પૂજન કરવું, જુવારાનું પૂજન કરવું, રૂ નો હાર બનાવવો, જેને નાગલા કહેવાય છે. જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો. મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરી, આશિર્વાદ પ્રાપ્ત કરવા.
વ્રત દરમ્યાન માત્રને માત્ર ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ જમવામાં લઇ શકાય. તે સિવાય એકપણ વસ્તુ ખાવાની મનાઇ છે. દૂધની મીઠાઇ ખાઇ શકાય છે. ટૂંકમાં અલૂણા રહેવાની વાત છે.
છેલ્લા દિવસે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
વ્રત દરમ્યાન મીઠું અને લોટની વસ્તુ ખાવાની મનાઇ છે.
વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે. જાગરણ એક પ્રતિક છે, જાગરણમાં ધૂન-ભજન-ઉપાસના-જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતરમનને જાગૃત કરવાની વાત છે.
વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.
મા જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે, સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે, એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નૌજવાન દીકરીઓ આ પ્રકાના આશિર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માની પ્રસન્નતા મેળવે છે.
વ્રતમાં પૂર્ણ ઉપવાસ જરૂરી છે.અન્નનો થાય તો જ મન શુદ્ધ થાય, મન શુદ્ધ થાય તો જ ભગવાનને પામી શકાય, તેથી પૂર્ણ ઉપવાસ કરવા માટે મીઠાનો તથા અનાજનો ત્યાગ કરી અલૂણા રહેવાનું મહત્વ છે.
આપણે સૌએ એક વાતનું ધ્યાન અવશ્ય રાખવું પડશે કે- આ પુણ્યપર્વ દરમિયાન જાણે-અજાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ દિકરીને દુઃખ ન પહોંચવું જોઈએ. દિકરીના આંખમાંથી આંસુ ન પડે તેનો વિશેષ ખ્યાલ રાખશો તો શિવ-પાર્વતીની કૃપા આપની ઉપર પણ થશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..