સુરતની જાસ્મીન 16મીથી શરૂ થતી સુરત-શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાડશે
સુરત એરપોર્ટ પરથી 16મી ફ્રેબુઆરીએ ઉડનાર પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સુરતની જ દીકરી જાસ્મીન મિસ્ત્રી ઉડાશશે. સુરતનું અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાયલોટ કે જેણે અત્યાર સધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય તે 16મી ફેબ્રુઆરીના રોજથી સુરત અને શારજાહ વચ્ચે શરૂ થનારી ફલાટ ઉડાવશે. જાસ્મીનનાં માતા-પિતા સુરતના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલી પાછળ જ આવેલી જીવકોર સોસાયટીમાં રહે છે.
નાનપણમાં કાગળના પ્લેન ઉડાડતી ઉડાડતી જાસ્મીન આકાશમાં પ્લેન ઉડાડવા લાગી
1.જાસ્મીનના માતા-પિતા સાથે વાતચીત કરી હતી જેમાં ‘બાળપણની યાદો વાગોળતા માતા કુસુમ પટેલની આંખમાં ઝળઝળિયા આવી ગયા હતા છે. તેણે કહ્યું જાસ્મીન નાની હતી ત્યારથી જ આકાશમાં પ્લેન જોઇને કહેતી ‘ મમ્મી મારે આ ઉડાવવું છે ’, જાસ્મીનની બીજી એક ખાસિયત એ છે કે તે કોઈ કામને નાનું ગણતી નથી. ખેતરમાં દવાનો છંટકાવ કરવાનો હોય, આંબા પરથી કેરી તોડવાની હોય કે ઘરે આવીને એક ગૃહિણીની જેમ કામ કરવાનું હોય. તે હંમેશા તત્પર રહેતી. નાનપણથી જ જાસ્મીન કાગળના પ્લેન ઉડાવીને પોતે જીવનમાં શું બનવા માગે છે તેનો ઇશારો આપી ગઈ હતી.’
સુરતીઓને લઈ જવાની અનેરી ખુશીઃ જાસ્મીન મિસ્ત્રી
2.એર ઇન્ડિયા એક્સપ્રેસે મને સુરત-શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે પરવાનગી આપી છે અને મને આંનદ છે કે હું મારા જ સુરતીઓને લઈ શારજાહ જનારી છું. આ મારા જીવનનો એક યાદગાર પ્રસંગ રહેશે. જાસ્મીન મિસ્ત્રી, પાયલોટ- એર ઇન્ડિયા
80% ટિકિટ બૂક થઈ ગઈ છે
3.16મીથી ઉડનારી શારજાહ ફ્લાઇટ 80 ટકા ટિકિટ બૂક થઈ ગઈ છે. 186 સિટિંગ સામે 150 સીટ બુક થઈ ગઈ છે. બુકિંગ ખુલ્લું હોય તમામ 186 ટિકિટ વેચાઈ જાય એવી સંભાવના છે. રસપ્રદ બાબત એ પણ રહેશે કે શારજાહથી સુરત આવનારા લોકો કેટલાં હશે.