ગુજરાતનાં આ મોક્ષધામમાં યુવાનો આવે છે ફરવા..
સામાન્ય રીતે લોકોનાં મનમાં સ્મશાન એટલે ભૂતોની નગરી તેવું માનવામાં આવે છે. જેથી લોકો સ્મશાનમાં જતા ડરતા હોય છે. પરંતુ જસદણનું મોક્ષધામ સ્વર્ગ સમાન છે. જસદણનાં સ્મશાનની અંદરનો નજારો ખુબ જ અદભૂત છે. જસદણનાં લોકો માટે આ મોક્ષધામ ફરવાનું સ્થળ બની ગયુ છે. સ્મશાનમાં વિવિધ પ્રકારની સુવિધાઓ છે. જસદણનું સ્વામી વિવેકાનંદ મોક્ષધામ હાલમાં લોકો માટે સ્વર્ગ સમાન બની ગયુ છે.
આ મોક્ષધામની વાત કરીએ તો વર્ષો પહેલા ગામનાં જ એક સેવાભાવી યુવાન જે.ડી ઢોલરીયા તેમના સ્વજનની અંતિમક્રિયા માટે આવેલા અને તે દિવસે મોક્ષધામમાં પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ હતો. જેથી મોક્ષધામની આવી અગવડતા જોઇને અંતિમક્રિયામાં આવેલા સેવાભાવી લોકોએ મોક્ષધામનાં વિકાસનું ભગીરથ કાર્ય શરૂ કર્યુ હતું, તેમા ધીરે ધીરે સેવાભાવી લોકો જોડાતા ગયા હતાં અને થોડાકા જ સમયમાં ત્રીસ લોકોનું સેવા મંડળ બની ગયુ હતું અને તેનું નામ સ્વામી વિવેકાનંદ મોક્ષધામ સમિતિ રાખવામાં આવ્યું હતું.
જે.ડી ઢોલરીયા અને તેમના મિત્રોમની સખત મહેનત અને મોક્ષધામનાં વિકાસનું ભગીરથ કાર્ય ખુબ જ આગળ વધી ગયુ છે અને હાલમાં જસદણનું મોક્ષધામ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે. હાલમાં ગામના લોકો આ મોક્ષધામમાં ફરવા આવી રહ્યા છે. અને મોક્ષધામની સુવિધાનો આનંદ પણ ઉઠાવી રહ્યા છે.
વધું તસવીરો જોવા માટે આગળ જુઓ..