સુરતમાં HIV ગ્રસ્ત બાળકો માટે મમતાનુધામ – જનનીધામનું થયું ભૂમિ પૂજન
સુરતઃ કામરેજ નજીક આવેલા આંબોલી ગામે એચઆઈવીગ્રસ્ત બાળકો માટે સુવિધાઓથી સજ્જ નવું મકાન બનાવાય રહ્યું છે. જનનીધામમાં જીએસએનપી પ્લસ દ્વારા એચઆઈવી ગ્રસ્ત 65 અનાથ દીકરીઓને જનનીધામ છેલ્લા ચાર વર્ષથી મમતાનું ઘર બની એમના જીવનમાં હૂંફ અને પ્રેમ આપી રહ્યું છે. પરંતુ દીકરાઓ માટે આ પ્રકારનું નવું મકાન બનાવવાનું અનોખું પ્રયાણ પીપી સવણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
ભૂમિ પૂજનમાં અગ્રણીઓ રહ્યાં ઉપસ્થિત
આંબોલી કઠોર ત્રણ રસ્તા કામરેજ ખાતે યોજાયેલા ભૂમિપૂજનમાં બેલ્જીય ડીયા જ્વેલના દિલીપભાઈ ઠક્કર, વિઠ્ઠલભાઈ રાદડીયાના ધર્મપત્ની, શામજીભાઈ રવાણીસ જીગરભાઈ કિર્તીભાઈ સહિત પીપી સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. અને નવા મકાનનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો.
ભૂમિપૂજન સાથે બે દીકરીઓના યોજાયે એન્ગેજમેન્ટ
નવા જનનીધામના બાંધકામના ભૂમિપૂજનની સાથે સાથે બે એચઆઈવી પોઝીટીવ દીકરીઓના એન્ગેજમેન્ટ યોજાયા હતાં. જેાં મોટી સંખ્યામાં નવું જીવન શરૂ કરવાનો સંકલ્પ લેનારા યુવાઓને આશિર્વાદ આપ્યાં હતાં.