જામનગરના ચચુબાના પતિનું 9 મહિના પૂર્વે અવસાન થયા બાદ મહિને 4000 કમાય છે છતાં બબ્બે યુવા દિવ્યાંગ દીકરીની જવાબદારી નિભાવે છે
જામનગરમાં રહેતા ચચુબા કે જેમના પતિનું 9 મહિના પહેલાં આકસ્મિક અવસાન થયું હતું. ત્યારબાદ મહિનાની ફકત રૂ. 4000 આવક હોય અને બબ્બે યુવા દિવ્યાંગ દીકરીની જવાબદારી હોવા છતા ચચુબા ધીરજ અને હિમત હાર્યા વિના પોતાના ઘરનું ગુજરાત ચલાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જામનગરના હિંગળાજ ચોક વિસ્તારમાં રહેતા ચચૂબા(ઉ.વ.50)ના પતિ હડીસંગ જાડેજાનું 9 મહિના પહેલા આકસ્મિક મૃત્યુ થતા તેણી પર વજ્રઘાત થયો હતો. ચચુબાને કુલ 5 સંતાનો છે. તેમાંથી બે દીકરીઓ દિવ્યાંગ છે. જેમાંની એક 28 વર્ષની પુત્રી જામબા છેલ્લાં 16 વર્ષથી માનસિક દિવ્યાંગ છે.
જામબા કોઈપણ કાર્ય જાતે કરી શકતી નથી. આટલું જ નહીં તે ટેકા વગર બેસી શકતી ન હોય અવાર નવાર પડી જાય છે. આ બિમારીના કારણે તેણી બે થી ત્રણ વખત દાઝી જતાં પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે તો પડી જવાથી આંખ પાસે પણ ટકા આવ્યા છે.ચચુબાની અન્ય 25 વર્ષની પુત્રી ગીતાબા પણ દિવ્યાંગ છે. તેણી જન્મતાની સાથે બોલી શકતી નથી.
પતિના અવસાન બાદ ચચુબા હિમત હાર્યા વગર બ્રાસપાર્ટનું કામ કરી મહિને ફકત રૂ. 4,000 ની આવક મેળવતા હોવા છતાં પોતે દિવસમાં એકવાર ભોજન કરી પોતાની બંને દીકરીને ભરપેટ જમાડી મુશ્કેલી સામે કેમ ઝઝુમવું તેનું અનોખું ઉદાહરણ પુરૂં પાડયું છે.
સામાજીક સંસ્થાએ સારવારની જવાબદારી લીધી
આર્થિક તંગીના કારણે ચચૂબા બંનેમાંથી કોઈ પણ દીકરીની સારવાર કરાવી શકતા નથી. જેથી જામનગરની જાણીતી સંસ્થા હાસ ફાઉન્ડેશને આગળ આવી ચચુબાની માનસિક દિવ્યાંગ દીકરી જામબાની સારવાર જવાબદારી લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..