સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર જહાંનવીના છેલ્લા શબ્દો.. ‘પપ્પા, આગ લાગી છે, મને બચાવી લો, બધા રસ્તા બંધ છે’

અગ્નિકાંડમાં ફસાયેલા બાળકોએ તેમના પિતા-ભાઈ-સંબંધીઓને ફોન કરીને ઘટનાની જાણ કરીને મદદ માંગી હતી. તેમાં એક જહાંનવી મહેશભાઈ  વેકરિયા હતી. તેને પિતા મહેશભાઈ સાથે છેલ્લે રળતા-રળતા જે વાત કરી તેનો ઓડિયો વાઇરલ થયો છે. વાંચો અક્ષરશ:…

જહાંનવી : પપ્પા…પપ્પા જલદી આવો, અહીં આગ લાગી છે અહીં જલદી આવો

મહેશભાઈ : કેમ કાંઈ થયું તને?

જહાંનવી: નહીં જલદી આવો, રૂમ બંધ છે.

(મહેશભાઈ પછી પરિવારના અન્ય સદસ્યોને કહે છે કે જાનુના ક્લાસમાં આગ લાગી છે.)

મહેશભાઈ : (જાનવીને કહે છે) બહાર નીકળ.

જહાંનવી: રૂમમાં આગ લાગી છે બહાર નથી નીકળાતું, બધુ બંધ છે.

મહેશભાઈ: બધું બંધ છે. કેટલા જણા છે.

જહાંનવી: 50

મહેશભાઈ: બંબા આવ્યા કે નહીં?

જહાંનવી:નહીં

મહેશભાઈ: હું આવી ગયો,બહાર નીકળી ગઈ કે નહીં ?

જહાંનવી: નહીં-નહીં-નહીં

મહેશભાઈ: ક્યાં છે તું.

જહાંનવી: ઉપર

મહેશભાઈ: હું અહીં નીચે ઉભો છું.નીચે ઉતર,નીચે ઉતર હેલો, હેલો, હેલો જાનુ, બઘા નીકળે છે,નીકળ,જાનું-જાનું બહાર નીકળ, બહાર નીકળ,હેલો બહાર નીકળ…

બધાની ચર્ચાનો મુખ્ય વિષય પાલિકાના ફાયર બ્રિગેડ પાસે પુરતા સાધનો નથી અથવા તો સમયસર પહોચી શક્યા નહતા. કદાચ બેદરકારીને ધ્યાનમાં લઇને જવાબદાર વ્યક્તિઓને સજાના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવે પરંતુ જે પરિવારોએ પોતાના લાડકવાયા કે દિલના ટૂકડાને ગુમાવ્યા છે તે શું પાછા મળી શકશે ? આ બાબત પર ગંભીરતાથી વિચારી પરિવારજનોનો રોષ વધારે જોવો મળતો હતો. અશ્વિનીકુમાર સ્મશાનભુમિમાં અંતિમ સંસ્કાર કરવા આવેલા પરિવારે દુ:ખ સાથે કહ્યું હતું કે હવે કરોડો રૂપિયા આપવાથી પણ કોઈનું પરિવારજન પાછું મળવાનું નથી. માટે ભવિષ્યમાં કોઇપણ ઘટના કે દુર્ઘટનામાં સાધનોના અભાવે કોઇને જીવ ગુમવવાનો સમય ન આવે. આ પ્રકારની અગમચેતીના પગલા ભરવાની અત્યારથી શરૂઆત કરી દેવી જોઇએ.

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો