ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીવાથી થશે જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બન્ને હેલ્ધી વસ્તુઓને મિક્ષ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીને તમે ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શખો છો. જેથી આજે અમે તમને જીરું અને ગોળના મિશ્રણથી થતાં 8 જોરદાર ફાયદાઓ જણાવીશું.

ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ
એક વાસણમાં 2 કપ પાણી લઈ તેમાં એક ચમચી ગોળ અને એક ચમચી જીરું મિક્ષ કરી 10 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.

કબજિયાત
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી ડાયજેશન સારું રહે છે. રેગ્યુલર પીવાથી કબજિયાતમાં રાહત મળે છે.

પેટની ગડબડ
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી પેટમાં ઠંડક થાય છે અને ડાયજેશન સુધારે છે. સાથે જ પેટ દર્દની સમસ્યા પણ દૂર થાય છે.

એસીડીટી
જીરું અને ગોળનો ઉકાળો પેટમાં એસીડની અસરને દૂર કરે છે. આનાથી પેટ ફૂલવાની અને એસીડીટીની પ્રોબ્લેમ દૂર થાય છે.

બોડી પેઈન
જીરું અને ગોળનો ઉકાળો પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. મસલ્સમાં દુખાવો દૂર થાય છે. જેનાથી શરીર થતા દુઃખાવામાં આરામ મળે છે.

બોડી ડીટોક્સ
આ બોડી ટોક્સિન્સ બહાર નીકળે છે. આનાથી આખી બોડી ડીટોક્સ થાય છે એન્ડ ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

તાવ
તાવમાં શરીર ખુબ જ ગરમ થઇ જાય છે. જુરુ અને ગોળનો ઉકાળો પીવાથી શરીરને ઠંડક મળે છે અને તાવમાં આરામ મળે છે.

લોહીની ઉણપ
જીરું અને ગોળનો ઉકાળો ન્યુટ્રીઅન્ટસથી ભરપૂર હોય છે. જેથી તે રેડ બ્લડ સેલ્સને હેલ્થી રાખે છે અને લોહીની કામીથી બચાવે છે.

માથું દુઃખવુ
આ મગજને ઠંડક પહોંચાડે છે. માથામાં દુખાવો થાય તો પણ આ મિશ્રણ પીવાથી બહુ જ ફાયદો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો