અહો આશ્ચર્યમ્! અમદાવાદનો રિકવરી રેટ 15 જ દિવસમાં જ 140 ટકા વધી ગયો, ભારતને પણ પાછળ છોડી દીધું
કેન્દ્ર સરકાર દ્વારા ડિસ્ચાર્જની પોલિસીમાં ફેરફાર કર્યાં બાદ કોરોના દર્દીઓનાં ડિસ્ચાર્જ કેસોમાં ધરખમ ઉછાળો આવ્યો હતો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે, અમદાવાદ કે જ્યાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે ત્યાં 5 મેથી 21 મે સુધી રિકવરી રેટ 140 ટકાને દરે વધ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં આ સમયગાળા દરમિયાન રિકવરી રેટ 43 ટકાના દરે વધ્યો હતો.
ડો.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી અમદાવાદ કોર્પોરેશનની મળેલી બેઠકમાં આ માહિતી સામે આવી હતી. અમદાવાદમાં 5 મેના રોજ રિકવરીની ટકાવારી 15.85 ટકા હતી. જ્યારે 21 મેના રોજ આ ટકાવારી 38.1 ટકા થઈ ગઈ હતી. જેનો મતલબ કે 5 મેથી 21 મે સુધીમાં અમદાવાદ શહેરનો રિકવરી રેટ 140 ટકાના દરેથી વધ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હવે 5 મેના રોજ ગુજરાતમાં રિકવરી 22.11 ટકા હતી. અને 21 મેના રોજ 42.51 ટકા હતી. આમ ગુજરાતનો રિકવરી રેટ આ સમયગાળા દરમિયાન 92 ટકા હતો. જ્યારે ભારતની વાત કરીએ તો, 5 મેના રોજ 28.62 ટકા રિકવરી રેટ હતો. જે 21 મેના રોજ 41.06 ટકા થયો હતો. આમ ભારતનો રિકવરી આ સમયગાળા દરમિયાન 43 ટકાના દરે વધ્યો હતો.
Today, review meeting was held at Riverfront House chaired by Additional Chief Secretary Shri Rajiv Kumar Gupta IAS for #COVID19 situation in #Ahmedabad and strategy for various measures to be taken in the next few days.#AmdavadFightsCorona #AmdavadAMC pic.twitter.com/tyACSy0PpZ
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) May 22, 2020
આમ અમદાવાદમાં ભારત કરતાં પણ ત્રણ ગણો વધુ રિકવરી રેટ નોંધાતા આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે. એ અમદાવાદ કે જ્યાં દરરોજના 250ની આસપાસ નવા કેસો સામે આવે છે. તે અમદાવાદમાં 140 ટકાના દરે લોકો સાજા થઈ રહ્યા છે. અમદાવાદ તંત્રનો આ જાદૂ છે. 21 મે સુધી અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંક 9449 છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલ કુલ કેસોની સંખ્યા 3330 છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..