હૈદરાબાદની ફાર્મા કંપની હેટેરો પર આઇટીના દરોડા, અધધધ રોકડા 142 કરોડ મળ્યા! બંડલોથી ખીચોખીચ ભરેલી હતી તિજોરીઓ
આવકવેરા વિભાગે હેટેરો ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા. આ દરોડામાં અધિકારીઓ ત્યારે દંગ રહી ગયા, જ્યારે તેમને રૂ. 142 કરોડ કેશ તિજોરીઓમાંથી મળ્યા. એક તિજોરીમાં તો કેશ ભરવા વચ્ચે પાર્ટિશન પણ નહોતાં. આવકવેરા વિભાગે કહ્યું હતું કે દસ્તાવેજો તપાસ્યા પછી ખબર પડી કે આ કંપનીએ રૂ. 550 કરોડની કમાણીનો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. આ કંપની દુનિયાના 50થી વધુ દેશમાં ભારતમાં ઉત્પાદિત દવાઓની નિકાસ કરે છે.
કુલ 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર મળ્યા
સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન અનેક બેંકોનાં લૉકરની માહિતી મળી હતી. દરોડા દરમિયાન અત્યારસુધીમાં 142.87 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કુલ 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર મળ્યા છે.
અનેક બેન્ક લોકરો મળ્યાં
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “દરોડા દરમિયાન, અનેક બેંક લોકર મળી આવ્યાં હતાં, જેમાંથી 16 ચાલુ હાલતમાં હતાં. અત્યારસુધીમાં દરોડામાં રૂ. 142.87ની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ તેનું નામ હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્મા ગ્રુપ સાથે જોડાયેલું હોવાનું જણાવ્યુ છે. CBDT એ કહ્યું હતું કે વધુ તપાસ ચાલુ છે. CBDT આવકવેરા વિભાગ માટે નીતિ તૈયાર કરે છે.
અમેરિકા અને દુબઈ અને આફ્રિકન દેશો તેમજ યુરોપિયન દેશોમાં નિકાસ
સીબીડીટીએ વધુમાં જણાવ્યું હતું કે હજી આગળ તપાસ ચાલી રહી છે. સીબીડીટી ઇન્કમટેક્સ વિભાગ માટેની નીતિઓ તૈયાર કરે છે. સીબીડીટીએ કહ્યું કે આ કંપની ફાર્માસ્યુટિકલ સામગ્રી વગેરેનું ઉત્પાદન કરે છે અને મોટાભાગે અમેરિકા અને દુબઈ જેવા દેશો તેમનં કેટલાક આફ્રિકન દેશો અને યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે.
ગુનો સાબિત કરતા દસ્તાવેજો પણ મળ્યા હતા
સીબીડીટીએ જણાવ્યું હતું કે, “ડિજિટલ મીડિયા, પેન ડ્રાઈવ, દસ્તાવેજો વગેરેના સ્વરૂપમાં ગુના સાબિત કરનારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને જૂથ દ્વારા બનાવેલ એસએપી અને ERP સોફ્ટવેરથી ડિજિટલ ‘પુરાવા’ એકત્રિત કરવામાં આવ્યા હતા. ” કોવિડ-19 ની સારવાર માટે અનેક કરારો પર હસ્તાક્ષર અને વિવિધ દવાઓ જેમ કે રેમડેસિવિર અને ફેવિપિરાવીર જેવી અનેક દવાઓ વિકસિત કરવા માટેના કામોમાં સામેલ હોવાને કારણે હેટેરો જૂથ હેડલાઇનમાં રહ્યું હતું. હેટેરો ગ્રુપ ભારત, ચીન, રશિયા, ઇજિપ્ત, મેક્સિકો અને ઈરાનમાં 25 થી વધુ ઉત્પાદન કેન્દ્રો ધરાવે છે.
આવકવેરા વિભાગ દ્વારા કેટલાક અન્ય કાનૂની મુદ્દાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા જેમ કે વ્યક્તિગત ખર્ચ કંપનીના ખાતાઓમાં લખવામાં આવી રહ્યો છે અને સંબંધિત પક્ષો દ્વારા ખરીદવામાં આવેલી જમીનની કિંમત સરકારી નોંધણી કિંમત કરતાં ઓછી બતાવવામાં આવી છે. કંપની પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન તે સ્થળોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં હિસાબના ચોપડા અને રોકડ ભરેલા અન્ય બંડલ મળી આવ્યા હતા.
સ્પુતનિક વી સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા
હેટેરોએ ગયા મહિને કહ્યું હતું કે તેને હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં COVID-19ની સારવાર માટે ટોસિલિઝુમેબના બાયોસિમિલર વર્ઝન માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી ઈમર્જન્સી ઉપયોગ માટેની પરવાનગી મળી છે. ઉલ્લેખનીય છે કે, આ ફાર્મા કંપની એ કંપનીઓમાં સામેલ છે, જેણે ભારતમાં કોવિડ-19 વેક્સિન સ્પુતનિક વીના નિર્માણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..